November 14, 2025
ગુજરાત

“મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સ”નું આયોજન કરાયું, ગુજરાત ખાતેનો સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સ

ગુજરાત ખાતેના સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સ- “મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સ”નું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 150થી પણ વધુ ફીચર ફિલ્મો, શોર્ટ ફિલ્મો, ડોક્યુમેંટ્રી, મ્યુઝિક વિડિયોઝ, મ્યુઝિક વિડિયોઝ, વેબસીરીઝ દરેક કેટેગરીમાં “મહારાજા એવોર્ડ” અને “મહારાણી એવોર્ડ” એનાયત કરવામાં આવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે સિનેમાજગતના ઇતિહાસમાં વિશ્વમાં પ્રથમવાર ડ્યુઅલ કેટેગરીમાં એવોર્ડ્સ એનાયત કરાયા હતા.

ફિલ્મોની વાત કરીએ તો બોલીવુડમાં ગાંધી ગોડસે- એક યુદ્ધ, કોટ, બેડબોય, અતિથિ ભૂતો ભવઃ અને મીડ- ડે મીલ, ગુજરાતી ફિલ્મોમાં મેડલ, હું તારી હીર, ધન ધતુડી પતુંડી, સપ્તરંગ, ધુમ્મ્સ, છેલ્લો શો, મરાઠી ફિલ્મોમાં ફતવા, ગુલહર, ભૂમિગત ક્રાંતિ, દક્ષિણ ભારતની ફિલ્મોમાં આયરુમ્બુ, ડુઓવર, દેવિકા, ઉડિયા ફિલ્મોમાં દમણ તથા પંજાબી ફિલ્મમાં લહેમ્બદારી જેવી અનેક ફિલ્મો આ ફેસ્ટિવલ માટે રજીસ્ટર થઈ હતી.

આ અંગે મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સના ફાઉન્ડર અને સીઈઓ મહારાજા નૌશિવ વર્મા તથા એમડી મિતાલી જાનીએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, “અમે દરેક ભાષાની ફિલ્મને પ્રોત્સાહન આપવા તથા સારો વિષય લોકો સમક્ષ રજૂ થાય તે માટે આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. જેમાં અમે હિન્દી, ગુજરાતી, મરાઠી સહિતની અનેક ભાષાઓની ફિલ્મને સમાવી લીધી હતી. વિશ્વકક્ષાનો ફિલ્મ ફેસ્ટિવલ બને તે માટે અમે પ્રયાસ કર્યો હતો અને અમે મહદ્દઅંશે આ કાર્યમાં સફળ પણ થયા છીએ.”

આ એવોર્ડ સેરેમનીમાં પ્રસિદ્ધ અભિનેત્રી ભાવિની જાણીને ‘હોલ ઓફ ફેમ એવોર્ડ”તથા ભીમ વાકાણી અને ફિરોઝ ઈરાનીને “લાઈફ- ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ”થી નવાજવામાં આવ્યાં હતા. ઓસ્કાર સુધી પહોંચેલી ફિલ્મ “છેલ્લો શો”ને “વર્લ્ડ-વાઈડ બ્લોકબસ્ટર” ફિલ્મનો એવોર્ડ એનાયત કરાયો હતો. સ્ત્રીસશક્તીકરણ ફિલ્મ તરીકે “હું તારી હીર”, બેસ્ટ કોમેડી ફિલ્મ ઓફ ધ યર તરીકે “ધન ધતુડી પતુંડી”ને એવોર્ડ આપવામાં આવ્યાં હતા. મરાઠી ફિલ્મ “ફતવા” અને તમિલ ફિલ્મ “ડુઓવર”ને પણ એવોર્ડ એનાયત કરાયો. ઉપરાંત, ઇન્સિપિરેશનલ ફિલ્મ તરીકે “મેડલ”ફિલ્મને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Related posts

હવે અમદાવાદમાં 23 જગ્યાઓ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવશે

Ahmedabad Samay

કેવડિયાના રેલવે સ્‍ટેશનને નવુ નામ મળ્‍યું, રેલવે સ્‍ટેશનનું નવું નામ એકતાનગર કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા સુરપંખા દહન કરવામાં આવ્યું, પુરુષોને સમાન ન્યાય માટે કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ થતાં લોકોમાં રોષ

Ahmedabad Samay

પારિવારિક મનમુટાવ દૂર કરવા ભુવાની મદદ લેવી પડી ભારે

Ahmedabad Samay

ગુજરાતમાં શિક્ષણ સાથે થતી ધાર્મિક છેડછાડને રોકવા હિન્દુ સેનાની બેઠક મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો