જો તમે નરોડવિસ્તારમાં રહો છો અને હંસપુરા પોલીસ ચોકીમાં ૧૫૧ની કલમ માં જવું પડતો ગભરાવાની વાત નથી, સૂત્રો અનુસાર હંસપુરા પોલીસ ચોકીમાં ૧૫૧ કલમ માં લોકપમાં ન પુરવા ના ૨૦૦૦₹ નો વહીવટમાં કરી પતીજાય છે અને કોર્ટમાં જામીન સાથે વહીવટ કરવો હોય તો ૪૦૦૦₹ સુધી વહીવટ કરવો પડે છે,
સૂત્રો અનુસાર હાલમાં જ નરોડવિસ્તારમાં દારૂના કેસમાં સામ સામી ફરિયાદમાં દારૂ નો અડ્ડો ચલાવતો બુટલેગર અને ફરિયાદ કરનાર પિતા પુત્ર સામે પણ ફરિયાદ કરવામાં આવી હતી જેમાં બુટલેગર અને પિતાને તો લોકપમાં મુકવામાં આવ્યું હતું. પુત્ર ઉપર પણ ૧૫૧ કલમ લગાવવામાં આવી હોવાથી તેને હંસપુરા પોલીસ ચોકીમાં શનિવારે હાજર થવા કહેવામાં આવ્યું હતું, રિલાયન્સમાં મજૂરી કામ કરતો મજૂરને પણ પોલીસે ન બક્ષયો, ૧૫૧ ની કલમમાં લોકપમાં ન બેસાડવાના સૂત્રો અનુસાર ૧૫૦૦₹ થી ૨૦૦૦₹ સુધી વહીવટ કરવામાં આવ્યું અને કોર્ટમાં જામીન કરવા સાથે ૨૦૦૦₹ થી ૨૫૦૦₹ વહીવટ કરવામાં આવ્યું હતું આમ મજૂર જોડે થી અંદાજીત ૪૦૦૦₹ થી ૪૫૦૦ જેટલું વહીવટ કરવામાં આવ્યું હતું.
એક તરફ પોલીસે લોકડાઉનમાં તનતોડ મેહનત કરી કોરોના વોરિયર તરીકે જનતાના મનમાં એક અલગ છબી બનાવી હતી અને જનતાએ તેવોના આ કાર્યને સન્માન કરી ચા, નાસ્તા નું જમવાનું પ્રબંધ કરી તેમને સાથ સહકાર આપ્યો હતો અને લોકોના મનમાં પોલીસને સન્માનની નજરે લોકો જોવા લાગ્યા છે પરંતુ અમુક પોલીસ ઓ પોલીસની સારી છબીને ખરાબ કરે છે, મજૂર પાસે થી આટલી માત્રામાં વહીવટ કરીને પોલીસનું તો ઠીક ઓન માનવતાને પણ સરમાવે તેવુ કાર્ય કરવામાં આવ્યું છે.