September 22, 2026
અપરાધગુજરાત

અમદાવાદની કુખ્‍યાત ડ્રગ્‍લસ સપ્‍લાયર અમીનાબાનુ અને તેના સાગરી સમીર ઉદ્દીન ઉર્ફે બોન્‍ડની ક્રાઇમ બ્રાન્‍ચે ધરપકડ કરી

અમદાવાદની કુખ્‍યાત ડ્રગ્‍લસ સપ્‍લાયર અમીનાબાનુ અને તેના સાગરી સમીર ઉદ્દીન ઉર્ફે બોન્‍ડની ક્રાઇમ બ્રાન્‍ચે ધરપકડ કરી છે. દરિયાપુર પોલીસ સ્‍ટેશનમાં 7 જેટલા ગુન્‍હા અમીનાબાનુ પર નોંધાઇ ચુક્‍યા છે. અમીનાબાનુ પોતાના ઘરની બહાર ઓછી નીકળતી હતી. તે ઘર 5 ગ્રામ અને 10 ગ્રામની છુટક પડીકીઓ વેંચતી.

અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે કાલુપુર વિસ્તારમાંથી મહિલા ડ્રગ્ઝ ડીલર અમીના બાનું અને તેના સાગરીત સમીર ઉદીન ઉર્ફે બોન્ડ નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. છેલ્લા દોઢેક મહિનાથી અમદાવાદ એસઓજી ક્રાઈમ અમીના બાનું ઉપર બાજ નજર રાખીને બેઠું હતું. અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે સૌ પ્રથમ મહિલા ડ્રગ ડીલરની ધરપકડ કરીને અમદાવાદમાં ડ્રગ્સ પેડલરની સીન્ડીકેટની કમર તોડી નાખી છે.

ઉલ્લેખનીય છે કે અમીના બાનું મુંબઈ અન્ડરવર્લ્ડ એટલે કે ડી ગેંગ સાથે પણ સંપર્કમાં હોવાની વિગતો હાલ તપાસ એજન્સી ને મળી આવી છે. ત્યારે મુંબઈ ડ્રગ્ઝ કાર્ટીલ સાદબ બટાકા સાથે પણ અમીના ખુબ નજીક નો ઘરબો ધરાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત થોડાક વર્ષો અગાઉ અશફાક બાવા નામના શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નારકોટીક્સના કેસમાં ધરપકડ કરી હતી તેની સાથે પણ અમીના બાનું ના સંબંધ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.

ત્યારે સાદાબ બટાકા અને અફાક બાવા આ બંને નામ મુંબઈ અન્ડરવલ્ડ સાથે સંકળયેલા છે. અમીના બાનું લતીફના સમયથી દારૂનો વેપલો ચલાવતી હતી, અને બાદમાં વર્ષ 2003 ની સાલમાં બ્રાઉન સુગરના કેસમાં 10 વર્ષની સજા પણ ભોગવી ચુકી હતી. છેલ્લા થોડાક વર્ષોથી અમીના બાનુ એ એમ.ડી ડ્રગ્ઝનો ધંધો શરૂ કર્યો હતો અને ઘણા મહિનાઓથી એસઓજી ક્રાઈમ બ્રાન્ચ આ મહિલા ડ્રગ ડિલર પર બાજ નજર રાખીને બેઠું હતું. મહત્વનું છે કે આ મહિલા ડ્રગ ડીલર તેના વિસ્તારમાં ડોન તરીકે ઓળખાતી હતી.

અમીના બાનુ ઉપરાંત દરિયાપુર પોલીસ સ્ટેશનમાં 07 જેટલા અલગ અલગ ગુના અમીના બાનું પર નોંધાઈ ચુક્યા છે. બીજી તરફ સમીર ઉર્ફે બોન્ડ વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં એમ.ડી ડ્રગઝનો ગુનો નોંધાયેલ છે તથા ચેઇન સ્નેચિંગના 30 જેટલા ગુના પણ નોંધાઈ ચુક્યા છે. એસ ઓ જી ક્રાઇમ બ્રાન્ચે અમીના બાનુંને દબોચી લેવા માટે વેશપલટો પણ કર્યો હતો અને અમીના બાનુની ધરપકડ એસઓજી ક્રાઇમે ફિલ્મી સ્ટાઈલે કરી હતી.

એસઓજી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને કર્મચારીઓ પાણીપુરી વેચવા વાળા, તો કોઈ એ ભિખારીનો વેશ ધારણ કર્યો હતો. અમીના બાનુ એ આજથી ત્રણેક વર્ષ અગાઉ કાલુપુર પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે અમીનાબાનુંની ડ્રગ્સ વેચવાની એક ખાસ મોડ્સઓપરેંડી હતી જેમાં અજાણ્યા કોઈ વ્યક્તિને અમીના બાનું ડ્રગ્ઝ આપતી ન હતી.

અમીના બાનું પોતાના ઘર માંથી બહાર ઓછી નીકળતી હતી, 05 ગ્રામ અને 10 ગ્રામની એમ.ડી ડ્રગ્સ ની પડીકીઓ બનાવી વેચતી હતી. અમીના બાનું ઓવરહેડ ટાંકી અને આસપાસના પાડોશીના ઘરે ડ્રગ્સનો જથ્થો રાખતી હતી. મહિલા ડ્રગ ડીલર અમીના બાનું ઉર્ફે ડોન મુંબઈની સાદબ બટાકા ગેંગ સાથે હતી સંપર્કમાં હતી અને મુંબઈથી અમીના બાનું ડ્રગ્સનો જથ્થો મંગાવતી હતી.

મુંબઈથી બાય રોડ એમ.ડી ડ્રગ્સ મંગાવી હતી અમીના બાનું અને ત્યાર બાદ મુંબઈથી ગુજરાત સુધી એક વ્હીકલ અને ગુજરાતમાં આવ્યા બાદ બીજા વ્હીકલ એમ અલગ અલગ વ્હીકલમાં અમદાવાદ પોતાના ઘર સુધી માલ મંગાવતી હતી. પોલીસના હાથમાં વધુ મુદ્દામાલ ન લાગે એ માટેથી અમીના બાનું પોતાના ઘરે 100 ગ્રામથી વધુ એમ.ડી ડ્રગ્ઝનો જથ્થો રાખતી ન હતી. ત્યારે વધુ આર્થિક ફાયદા માટે હોલસેલમાં જ એમ.ડી ડ્રગ્સ વેચતી હતી. એક દિવસમાં 400 થી 500 ગ્રામ એમ.ડી ડ્રગઝ વેચતી હતી અને ગ્રાહક પાસેથી એક ગ્રામ એમ.ડી ના  2000 થી 2500 રૂપિયા લેતી હતી.

અમીના બાનું ડ્રગ્સના વેચાણ કરવા માટે અને પોલીસના હાથ ન આવે એ માટેથી ગ્રાહક અને અમીનાબાનું વચ્ચે અમુક કોર્ડવર્ડ રાખેલા હતા. જેમાં ડ્રગ્સ ને મન્ચુરિયન, માલ એવા અલગ અલગ નામથી બોલાવતા હતા. હાલ તો અમદાવાદ એસઓજીએ મહિલા આરોપી અમીના પાસેથી 31.31 ગ્રામ MD ડ્રગ્સ પકડાયું છે. જેની ઇન્ટરનૅશન બજાર મુજબ અંદાજીત કિંમત ₹3.31 લાખ થવા પામી છે. ત્યારે એસઓજીએ હાલ અમીનાબાનુનું ડ્રગ્સ ડીલ નું નેટવર્ક ક્યાં ક્યાં પથરાયેલ છે એંગે તપાસ શરૂ કરી”

Related posts

અજાણ્યા નંબરથી ફોન આવતા ચેતજો યુવાનો,વેજલપુર બાદ કુબેરનગરમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો,

Ahmedabad Samay

અમદાવાદ: આખરે રેલવે AMCને સર્વિસ ચાર્જ તરીકે 13 કરોડ રૂપિયા ચુકવશે

Ahmedabad Samay

અમદાવાદ: શહેરની 17 બેંકોમાંથી SOGને 14.31 લાખની નકલી ચલણી નોટો મળી, અજાણી વ્યક્તિઓ સામે ગુનો

admin

અમદાવાદમાં દિલ્હીની બે ટ્રાંસજેન્ડર મહિલાઓની યુવકોને ડેટીંગ એપ પર ફસાવી લૂંટની માયાજાળ

Ahmedabad Samay

અમદાવાદ – અકસ્માત જોવા ગયેલા પીજીના યુવાનો ખુદ અકસ્માતનો ભોગ બન્યા, બે કલાક સુધી મૃતદેહો પડ્યા રહ્યા

Ahmedabad Samay

કોરોના કેસ વધતા વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો, કાલથી બસ સેવા બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો