તહેવારો પહેલા જ ફરી ખાદ્યતેલના ભાવ વધતા લોકોને મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધી સસ્તુ ગણાતુ કપાસિયા તેલ પણ હવે સિંગતેલની સમકક્ષ આવી ગયુ છે. સિંગતેલ મોંઘુ પડવાથી વિકલ્પમાં અનેક ઘરોમાં વપરાતા કપાસિયા તેલનો ભાવ બજારમાં આજે વધુ રૂ।.20ના વધારા સાથે 15 કિલો ડબ્બાનો ભાવ રૂ।.2400એ પહોંચ્યો છે.
જ્યારે સિંગતેલના ભાવ પણ આજે રૂ।.20 વધીને 15 કિલો ડબ્બાના રૂ।.2425-2465 થતા કપાસિયા અને સિંગતેલ વચ્ચે ભાવફરક માત્ર 65 રૂ।.નો એટલે કે કિલોએ ચાર રૂ।.નો જ ફરક રહ્યો છે.