August 7, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

સરકાર ૧૮ જેટલા આંદોલનના ચક્રવ્‍યૂહમાં ઘેરાયેલી જોવા મળી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્‍યારે સરકાર માટે આંદોલન માથાનો દુખાવો બની રહ્યા છે. સરકાર ૧૮ જેટલા આંદોલનના ચક્રવ્‍યૂહમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. માજી સૈનિકોનું આંદોલન, VCE કર્મચારીઓનું આંદોલન, આંગણવાડી બહેનોનું આંદોલન, વનરક્ષક અને વનપાલ કર્મચારીઓનું આંદોલન, ભારતીય કિસાન સંઘનું આંદોલન સરકારને ઘેરી રહ્યું છે, ત્‍યારે આંદોલનના સમાધાન માટે સરકારે કમિટી બનાવી છે. પરંતુ ગાંધીનગરમાં છેલ્લા ૭ દિવસથી ધરણા પર બેસેલા પૂર્વ સૈનિકો પોતાની પડતર માગણીઓ પર અડગ જોવા મળી રહ્યા છે. તેમણે મેડલ પરત કરવા રાજયપાલને પત્ર પણ લખ્‍યો છે.

સરકાર સામે ૧૮ જેટલા આંદોલનનું ચક્રવ્‍યૂહ જોવા મળી રહ્યું છે. જેમાં વર્ગ ૩ અને ૪ના કર્મચારીઓનું આંદોલન, VCE કર્મચારીઓનું આંદોલન, LRD મહિલા ઉમેદવારો મેદાને, કોન્‍ટ્રાક્‍ટ આધારિત કર્મચારીઓનો વિરોધ, ST અને બોર્ડ નિગમના કર્મચારીઓનો વિરોધ, મધ્‍યાહન ભોજનના કર્મચારીઓના પણ ધરણાનો સમાવેશ થાય છે.

રાજયમાં જંગલ ખાતામાં વન રક્ષક અને વનપાલ તરીકે મોટી સંખ્‍યામાં નાના કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે. તેમને હાલ મામુલી વેતન મળતું હોવાથી જેની સામે કામગીરી જેટલું સન્‍માનજનક વળતરરૂપી પગાર મળે તે માટે સામુહિક રીતે આ વર્ગના કર્મચારીઓ આંદોલનના માર્ગે છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. વનરક્ષકની માગ અંગે વાત કરીએ તો, વનરક્ષકને રૂ. ૨,૮૦૦નો ગ્રેડ પે આપવા માગ, વનપાલ કર્મચારીઓને રૂ. ૪૨૦૦નો ગ્રેડ પે આપવા માંગ, રાજાના દિવસનો પગાર આપવા માગ, ડ્‍યુટીના કલાકો નક્કી કરવા માગ કરાઇ રહી છે. આ પ્રકારની માગણીઓ વનરક્ષકોએ રાજય સરકાર સમક્ષ મૂકી છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ માંગણીઓ કરી રહ્યા છે પરંતુ તેમની માગણીઓનું કોઈ નિરાકરણ આવતું નથી.

ચૂંટણી નજીક આવવાની સાથે જ સરકારી કર્મચારીઓના આંદોલનોને વેગ મળ્‍યો છે અને તેઓ પોતાની વિવિધ માગણીઓ મુદ્દે સરકારનું નાક દબાવવા પ્રયત્‍નો કરી રહ્યા છે. ભાજપ આ ચૂંટણીમાં કોઈપણ કસર છોડવા નથી માંગતું અને આ વખતે તેમના સામે પડકાર માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી પણ છે, ત્‍યારે આંદોલન મામલે કોંગ્રેસે પણ સરકારને ધેરવાનો પ્રયત્‍ન કર્યો છે. જોકે, આંદોલનો ઉગ્ર ન બને તે માટે આંદોલન નગરી બનેલું ગાંધીનગર હાલ પોલીસની કિલ્લેબંધીમાં ફેરવાઈ ગયું છે. હવે જોવું રસપ્રદ બનશે કે સરકાર આ આંદોલનને ઠારવામા સફળ રહેશે કે નહીં? શું સરકાર આ આંદોલનના પ્રતિનિધિઓને મનાવી શકશે?.

Related posts

આજે શનિ અમાવસ્યનો દિવસ,શનિ દોષ, સદેસતી અથવા ધૈયાથી પીડિત લોકો માટે આ દિવસ શુભ

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ૦૯ મેં ના રોજ રાત્રે ૦૯ વાગે,૦૯ દિવા પ્રગટાવી વીર મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી ઉજવવા અપીલ કરી

Ahmedabad Samay

વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયાની પુણ્યતિથિએ ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરાયું

Ahmedabad Samay

ભાજપે હરિયાણામાં વિજયની હેટ્રીક નોંધાવી જ્યારે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ – એનસી ગઠબંધને બાજી મારી

Ahmedabad Samay

ધ ગ્રેટ ખલી બન્યા જીમ લૉન્જ ના બ્રેન્ડેમ્બેસેટર

Ahmedabad Samay

GSRTC એ રેલવે અને વિમાન જેવી “ફૂડ ઓન વહીલ” સેવા ચાલુ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો