August 8, 2026
ગુજરાતતાજા સમાચાર

મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો,જાણો ક્યાં કારણો સર તૂટ્યો પુલ.

મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આપત્તી વ્યવસ્થાપનની કામગીરીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત રહી કામગીરી કરી રહ્યું છે

પોરબંદર લોહાણા મહાજન દ્વારા જલારામ બાપાની શોભાયાત્રા રદ કરી : મોરબીમાં દુર્ઘટનાને પગલે શોભાયાત્રા કેન્સલ કરાઈ

https://youtu.be/lutMQYhyMkE

આ કારણે બની મોટી દુર્ઘટના

દિવાળીનો તહેવાર અને રવિવારની રજાઓ હોવાથી અનેક લોકો રજાઓ માણવા અહીં આવ્યા હતા. આ બ્રિજ પર આજે આશરે 500થી વધુ લોકો સવાર હતા. ત્યારે બ્રિજ પર કેપેસિટી કરતા વધારે લોકો ભેગા થવાથી આ દુર્ઘટના સર્જાઈ હોય એમ લાગે છે. એક ગણતરી પ્રમાણે એક વ્યક્તિનું સરેરાશ 60 કિલો વજન ધ્યાનમાં રાખીએ તો બ્રિજ પર જે-તે સમયે 30 હજાર કિલો એટલે કે 30 ટનથી વધુ વજન હોવાનું અનુમાન લગાવી શકાય છે. પરંતુ વાસ્તાવિકતામાં બ્રિદ મહત્તમ 100 લોકોનું વજન ઝીલી શકે એટલી કેપેસિટી હોવાનું સરકારના જાણકાર અધિકારીઓ જણાવી રહ્યા છે. જેના કારણે બ્રિજ પર કેપિસિટી કરતા વધારે વજન થતાં બ્રિજના કટકા થઈ ગયા હતા.

 

Related posts

રાજસ્થાનમાં ગૃહિણીઓમાં ખુશીનો માહોલ, ગેહલોત સરકારે રાંધણ ગેસમાં આપી રાહત, ફક્ત ૫૦૦રૂ. મળશે ગેસ સિલેન્ડર

Ahmedabad Samay

અમદાવાદ- ચાંદલોડીયામાં નવું ફાયર સ્ટેશન, નવા સ્ટાફ ક્વાર્ટર બનશે, 1007 લાખથી વધુના કામને એએમસીની મંજૂરી

Ahmedabad Samay

149મી રથયાત્રાની તૈયારીઓનો આજથી વિધિવત પ્રારંભ

Ahmedabad Samay

આંતકી હુમલા પર મહિલા પ્રવાસીએ એક ચોંકાવનારી વાત કહી છે. મહિલાએ જણાવ્યું છે કે આતંકવાદીઓએ પહેલા લોકોને તેમનું નામ અને ધર્મ પૂછ્યું અને પછી તેમને ગોળી મારી

Ahmedabad Samay

નવા નરોડાના બ્રહ્મકુમારી સેન્ટર પર બ્રહ્માબાબા ની પુણ્યતિથિ ફૂલોથી સજાવી ઉજવાઈ

Ahmedabad Samay

દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો