એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં સેન્ટ્રલ ઓફિસ, ઈ-ગવર્નન્સ, યુ.સી.ડી., હેલ્થ અને એસ્ટેટ વિભાગ તેમજ રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ અને હોસ્પિટલ કમિટીના કામોને મંજુરી આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આવેલ ખાનગી નર્સિંગ હોમ, હોસ્પિટલ ને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા ઇસ્યુ કરવામાં આવતા ફોર્મ-સી રજીસ્ટ્રેશન અંગેની કાર્યવાહી બંધ કરવાના કામને મંજુરી આપવામાં આવી.
ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં જુદી જુદી જગ્યાએ મ્યુનિ. કોર્પોરેશનના પ્લોટને ફરતે કમ્પાઉન્ડ વોલ કરવા માટે રૂા. ૧૧૩ લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી છે.
ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં કાન્તમ પાર્ટી પ્લોટ પાસે આવેલ મણીચંદ્ર બંગ્લોઝ વાળા રોડને આર.સી.સી. રોડ બનાવવા માટે રૂ .૫૭ લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી. ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાંદલોડીયા વોર્ડમાં નવું ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા માટે રૂા. ૧૦૦૭ લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી.
ઉત્તર ઝોનમાં જુદા જુદા રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટના કામો તેમજ સ્ટ્રીટ લાઇટ સુધારણાના કામો માટે રૂ. ૫૦૦ લાખની મર્યાદામાં “સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટીંગ અને કમિશનીંગ ઓફ સ્ટ્રીટલાઇટીંગ સીસ્ટમ વીથ કમ્પલીટ ઇલેકટ્રીકલ એન્ડ મીકેનીકલ એસેસરીઝ સાથેનો ટર્ન-કી બેઇઝ કામગીરી કરવાના કામને મંજુરી આપવામાં આવી.
ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં જુદી જુદી જગ્યાએ નવી ફુટપાથ, ફુટપાથ રીપેરીંગ, નોઝીંગ, સેન્ટ્રલ વર્જ કલર વર્ક કરવા માટે રૂ. ૭૭ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.
શારદાબેન જનરલ હોસ્પિટલના રેડીયોલોજી વિભાગની જરુરીયાત સારૂ રીટ્રોફીટ ડીજીટલ રેડીયોગ્રાફી સીસ્ટમ (ત્રણ નંગ) ખરીદ કરવા માટે રૂ. ૧૫૧ લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી. નગરી આંખની હોસ્પિટલની જરૂરીયાત સારૂ ડાયોડ લેસર ઇનડાયરેકટ ઓપ્થાલમોસ્કોપી એન્ડો લેસર મશીન ખરીદ કરવા માટે રૂા. ૨૯ લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી.