September 21, 2026
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદની મેટ્રો ટ્રેનમાં સવારી કરતા પહેલા જરૂર વાંચજો નહીતો ભરવા પડશે ૫૦૦૦રૂ. દંડ

મેટ્રો ટ્રેનને લઇને સરકારે નવા નિયમો બહાર પાડ્યા છે. હવે અમદાવાદીઓએ મેટ્રો ટ્રેનની મુસાફરી કરતી વેળાએ અમુક બાબતોનું ધ્યાન રાખવુ પડશે.

જો કોઇ મુસાફર મેટ્રો ટ્રેનમાં સવારી દરમિયાન ગુટખા, પાન મસાલા ખાઇને ટ્રેનની અંદર કે કોચ પર પિચકારી મારશે તો તે વ્યક્તિને 5,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો કોઇ મુસાફર શહેરના મેટ્રો ટ્રેનને નુકસાન પહોંચાડવાનો પણ પ્રયત્ન કરે છે તો તેના સામે કડક કાર્યવાહી લેવામાં આવશે. દારુ પીને કે નશામાં કોઇ મુસાફર જો અભદ્ર વર્તન કરે છે તો તેને પણ 2000નો દંડ થશે. આ સિવાય જે તે મુસાફરનો પાસ પણ જપ્ત કરવામાં આવશે.

આ સિવાય પણ કોટ પરિસરમાં પોસ્ટર ચોંટાડશે તો તે વ્યક્તિને 6 માસની જેલ થશે. મેટ્રોમાં મુસાફરી દરમિયાન જો મુસાફરની તબિયત બગડે તો હોસ્પિટલ સુધી પહોંચાડવાની જવાબદારી મેટ્રોની રહેશે. કારણ કે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 6 હોસ્પિટલ સાથે MOU કરવામાં આવ્યા છે. તેમજ કારણ વગર કોઇ મુસાફર ટ્રેનમાં અલાર્મ વગાડે છે તો 1 વર્ષની જેલની સજા થઇ શકે છે.

Related posts

પત્ની વિરુદ્ધ ૧૦ અરજી કર્યા બાદ પોલીસે પતિની ફરીયાદ લીધી

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા અમદાવાદ ની 144મી જગન્નાથ જી ની રથયાત્રા વિશે ચર્ચા કરવામાં આવી

Ahmedabad Samay

મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવાદળના કાર્યકરો BJP માં જોડાયા

Ahmedabad Samay

બજાજ કંપની દ્વારા ૧૮ જૂન, ૨૦૨૪ના રોજ વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ લોન્‍ચ કરવામાં આવશે

Ahmedabad Samay

જાણો આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની અસર કોણે કેવી રીતે થશે, આ રાશિના માટે છે લાભદાયક

Ahmedabad Samay

વિરાટ કોહલીએ અમદાવાદમાં ઉતરતાની સાથે જ બનાવ્યો રેકોર્ડ, સૌરવ ગાંગુલીની બરાબરી, સચિન તેંડુલકર નંબર વન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો