આજ રોજ અમદાવાદ ઈસનપુર ગોવિંદવાડી વિસ્તારમાં આવેલી V.V.Patel સ્કુલ ની વિદ્યાર્થીનીઓ એ ઇસનપુર પોલીસ સ્ટેશન અને મણીનગર પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ ને આવનારા ભાઈ બહેન ના પવિત્ર તહેવારમાં રક્ષાબંધન ના પર્વ નિમિતે કંકુ તિકલ કરી રાખડી બાંધી ધોરણ ૧૦ માં ભણતી દીકરીઓ એ આવનાર સમયમાં તેમના પોલીસવીરા તેમની બહેનો ને રક્ષા પૂરી પાડે એવા આશિષ મેળવ્યા હતા,
પોલીસ સ્ટેશનોમાં રક્ષાબંધન કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ પોલીસને રાખડી બાંધતા સમયે ભાઈ – બહેન ની અતૂટ પ્રીત ના લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા, મણીનગર પોલીસ સ્ટેશનમાં A.S.I બિપીનભાઈ પારેખ દ્વારા વિદ્યાર્થીનીઓ ને પોલીસ જુદા જુદા વિભાગની પોલીસ ની કામગીરી ની સમજ આપવામાં આવી હતી,પોલીસ કર્મચારીઓ ને રાખડી બાંધવાના અવસરને પોલીસ અઘિકારીઓ એ હૃદય પૂર્વક આવકાર્યો હતો,
મણીનગર અને ઈસનપુર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇસ્પેક્ટરો દ્વારા આ પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિતે પોલીસ કર્મચારીઓ ને રાખડી બાંધવાના આ અવસર ને પોલીસ અઘિકારીઓ એ હૃદય પૂર્વક આવકાર્યો હતો,
આ મણીનગર અને ઈસનપુર બંને પોલીસ સ્ટેશનોમાં રક્ષાબંધન કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ સાથે V.V.Patel સ્કુલના ડાયરેક્ટર શિક્ષકો / શિક્ષિકાઓ જેમાં ડાયરેક્ટર રીતેષભાઈ શાહ, આચાર્ય નિલેશભાઈ ત્રિવેદી, આકાંક્ષાબેન ચૌહાણ, ઋત્વિકભાઈ રાણા, હર્ષિદાબેન પટેલ, શશાંકીબેન ગુહા, કુ.અમનદીપ, કુ.જાનવીબેન પ્રજાપતિ, રૂપલબેન દેસાઈ જોડાયા હતા.