September 21, 2026
ગુજરાતતાજા સમાચાર

ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે બસ અને સ્કૂલવાન વચ્ચે બન્યો ગમખ્વાર અકસ્માત

ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે બસની ટક્કર વાગતા સ્કૂલવાન પલટી ખાઇ ગઇ હતી જેને કારણે 10 બાળકને નાની મોટી ઇજા થઇ હતી. બસ એટલી સ્પીડમાં હતી કે તેને સ્કૂલવાનમાં બાળકો ભરીને જઇ રહેલી વાનને ટક્કર મારી હતી. બસની ટક્કર વાગતા જ સ્કૂલવાનમાં રહેલા બાળકોએ બુમાબુમ કરી નાખી હતી.

ગાંધીનગરમાં 29/30 ચોકડી પાસે લક્ઝરી બસની ટક્કર વાગતા જ સ્કૂલ વાનમાં રહેલા બાળકોની ચિચિયારીથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ. સ્કૂલ વાન પલટી જતા 10 બાળકને નાની મોટી ઇજા થઇ હતી જેમાંથી એક બાળકને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ સ્કૂલવાનમાં 12 બાળક હતા જેમાંથી 10 બાળકને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત બાળકોને તુરંત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી એકની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મહા આરતી ની આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad Samay

નવા શૈક્ષણિક સત્ર પ્રમાણે છ વર્ષમાં એક દિવસ પણ ખૂટતો હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ આપવામાં આવે

Ahmedabad Samay

રાજસ્થાનથી મુંબઇ જતા પરિવારને નાના ચિલોડા ખાતે અજાણ્યા શખ્સોએ પરિવાર પર હુમલો કર્યો

Ahmedabad Samay

ખૂંખાર અપરાધીઓ તેમના નામમાત્રથી ધ્રૂજતા. તેવા એડિશનલ ડીજીપી લેવલના આઇપીએસ અધિકારી શ્રી અભયસિહ ચુડાસમા થયા નિવૃત્ત

Ahmedabad Samay

GSRTC એ રેલવે અને વિમાન જેવી “ફૂડ ઓન વહીલ” સેવા ચાલુ કરી

Ahmedabad Samay

ચાલુ સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં વરસાદનો એક નવો અને મજબૂત રાઉન્ડ શરૂ થવાની પૂરતી શક્યતાઓ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો