September 22, 2026
ગુજરાત

CM ભુપેન્દ્રભાઇ પટેલના હસ્થે આજ સાંજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થશે

આજ થી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થશે. કાંકરિયા કાર્નિવલમાં લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટવાની છે, ત્યારે કોરોનાની ગાઈડલાઈન્સના પાલન સાથે આ કાર્નિવલનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે.કોરોનાને ધ્યાનમાં રાખી અને મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્નિવલમાં આવનારા લોકોને માસ્ક પહેરવા અને ગાઇડલાઇન્સનું પાલન કરવા અપીલ કરી છે.

 

મહાનગરપાલિકા દ્વારા કાર્નિવલ દરમિયાન 100 જેટલા વોલેન્ટિયર રાખવામાં આવશે. જેઓ મુલાકાતીઓ પાસે કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરાવશે. સંપૂર્ણપણે કોરોનાની ગાઈડલાઈન્સના પાલન સાથે આ ભવ્ય કાંકરિયા કાર્નિવલ આવતીકાલે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે.

આજથી 31 ડિસેમ્બર સુધી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે 7 વાગ્યે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાર્નિવલનું ઉદઘાટન કરવામાં આવશે. કાંકરિયા કાર્નિવલમાં ગેટ નંબર 1, 2 અને 3 કુલ ત્રણ જગ્યાએ સ્ટેજ રહેશે.

રાજભા ગઢવી, વિજય સુંવાળા, સાંઈરામ દવે, ભૌમિક શાહ, આદિત્ય ગઢવી સહિતના કલાકારો પોતાનું પરફોર્મન્સ કરશે. રાત્રે 10 વાગ્યે લેસર બીમ શો પણ યોજાશે. કાંકરીયા કાર્નિવલ દરમિયાન જુદા જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલવાનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Related posts

વિદેશની લાલચ પડી ૪૦ લાખમાં

Ahmedabad Samay

વિરાટ કોહલીએ અમદાવાદમાં ઉતરતાની સાથે જ બનાવ્યો રેકોર્ડ, સૌરવ ગાંગુલીની બરાબરી, સચિન તેંડુલકર નંબર વન

Ahmedabad Samay

વસ્ત્રાપુર અને સોલા માં હાઇપ્રોફાઇલ ઢબે વિદેશી દારૂ વેંચતા બે ભાઇની ધરપકડ

Ahmedabad Samay

વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મ દીવસ નીમીતે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

ભરૂચમાં આગની ઘટનામાં મૃતકના પરિવારને ૪ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.

Ahmedabad Samay

લો હવે તો હદ થઇ ગઇ, સરદારનગરમાં દારૂની ફેક્ટરી ઝડપાઇ, સરદારનગર પોલીસ ઉંઘતી ઝડપાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો