ગુજરાત રાજ્ય સરકાર તરફથી જાહેર કરેલ યોજના રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ 10 એપ્રિલથી શાળા પ્રવેશની કામગીરી શરૂ થશે. જે પ્રવેશ માટે કુટુંબમાં એકમાત્ર દિકરી હોય તેવા પરિવારોને શાળા પ્રવેશમાં પ્રાધાન્ય આપવાનું જાહેર કરેલ છે. જે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા તરફથી સિંગલ ગર્લ ચાઇલ્ડનું પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયાએ જણાવ્યું હતું. આ માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી ફોર્મસ વિભાગમાં જન્મ મરણ વિભાગમાંથી આરટીઇ સિંગલ ગર્લ ચાઈલ્ડનુ ફોર્મ ડાઉનલોડ કરી તેમાં સાથે જોડેલ નિયત નમુનાનું રૂ. 50નું નોટરી કરેલ સોગંદનામું તેમજ સાથે બાળકીનો જન્મનો દાખલો (બાળકીને 6 વર્ષ પુર્ણ હોવા જરૂરી), કુટુંબનું રાશન કાર્ડ જેમાં બાળકીનું નામ હોવુ ફરજીયાત છે તેમજ રાજકોટમાં રહેતા હોય તે બાબતના સરનામાના પુરાવા રૂપે આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, મિલ્કત વેરા બિલ, ઇલેક્ટ્રીક બિલ, ભાડા કરાર પૈકી કોઇપણ એક પુરાવા રજુ કરી રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરીના સિટી સિવિક સેન્ટર ખાતે અરજી કરવાની રહેશે. આ અરજી 10 થી તા. 22 એપ્રિલ સુધી બપોરના 2 વાગ્યા સુધી આ અરજી સ્વીકારવામાં આવશે.