September 22, 2026
ગુજરાતતાજા સમાચાર

વિરમગામ અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંદર્ભે મોક ડ્રીલ કરવામાં આવી.

જીએમઇઆરએસ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કોરોના સંદર્ભે મોક ડ્રીલ કરવામાં આવી હતી.

મોક ડ્રીલ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે મીટીંગ કરીને કોરોના સંદર્ભે પૂર્વ તૈયારી રાખવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,  દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર પણ સતર્કતા રાખી રહી છે.

આજ રોજ વિરમગામ સહિત અમદાવાદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિતના સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સુવિધાઓની ચકાસણી માટે મોક ડ્રીલ કરવામાં આવી હતી. મોક ડ્રીલ દરમિયાન આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધતા, આઇસોલેશન બેડની ક્ષમતા, ઓક્સિજનની સુવિધા, વેન્ટિલેટર બેડની ઉપલબ્ધતા, એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા સહિતની આરોગ્ય સુવિધાઓની પ્રત્યક્ષ ચકાસણી કરવામાં આવી હતી.

Related posts

બાબરી વિધવંશ મામલો:અડવાણી સહિત તમામ ૩૨ આરોપીઓને ક્લિનચીટ

Ahmedabad Samay

AAP ના ઉમેદવારોએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

Ahmedabad Samay

અસારવા UBVP મહિલા વિંગ દ્વારા તિલક હોળી ઉજવાઇ

Ahmedabad Samay

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના અનેક વિસ્તારોમાં ત્રણ દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે

Ahmedabad Samay

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાશે સી.પી.આર. પ્રશિક્ષણ કેમ્પ: ૧૪૦૦ પોલીસને અપાશે પ્રાથમિક સારવારની તાલીમ

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ લેક બ્યુટિફિકેશન અંતર્ગત મોડાસર તળાવ તથા શેલા તળાવની લીધી મુલાકાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો