માર્ચ 2023માં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓગસ્ટ 2026માં બુલેટ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી હતી પરંતુ બુલેટ ટ્રેનના કામની પ્રગતિ અનુસાર રેલ્વે મંત્રાલયે હવે 2027માં ટ્રાયલ રનની જાહેરાત કરી છે
બુલેટ ટ્રેન માટે અમદાવાદથી મુંબઈ વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન કોરિડોર બનાવવાની કામગિરી તેજ બની છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનની સવારીનો અનુભવ કરવા માટે લોકો અત્યારથી જ તલપાપડ છે. કેમ કે, જાપાન જેવા દેશોમાં દોડતી બુલટ ટ્રેન દેશમાં પ્રથમ વખત અમદાવાદમાં શરુ થઈ રહી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું કામ હવે તેજ ગતિએ ચાલી રહ્યું છે. રેલવે મંત્રાલયે બુલેટ ટ્રેનની ટ્રાયલ સમયરેખા જાહેર કરી છે. 2027ના અંત સુધીમાં ગુજરાતમાં પણ બુલેટ ટ્રેનનું સંચાલન શરૂ થઈ શકે છે.
આ જાપાની ટ્રેનો 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવામાં સક્ષમ છે. ભારતમાં બુલેટ ટ્રેનની ઝડપ 260 કિલોમીટર પ્રતિ કલાક હોવાનો અંદાજ છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોરની કુલ લંબાઈ 508.17 છે. આ સફર માત્ર બે કલાકમાં પૂર્ણ થશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ સપ્ટેમ્બર, 2017માં શરૂ થયું હતું. રેલવે મંત્રાલયે બુલેટ ટ્રેનના ટ્રાયલ માટે સમયરેખા જાહેર કરી છે. રેલવે મંત્રાલયે કહ્યું કે ગુજરાતમાં બુલેટ ટ્રેનનું ટ્રાયલ રન 2027માં શરૂ થશે.
અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ ખૂબ જ તેજ ગતિએ પૂર્ણ થઈ રહ્યું છે, આવી સ્થિતિમાં રેલ્વે મંત્રાલયે ટાઈલ લાઈનની જાહેરાત કરીને બુલેટ ટ્રેનના ટ્રાયલને મંજૂરી આપી દીધી છે, ગુજરાતમાં 2027માં બુલેટ ટ્રેનની ટ્રાયલ કરવામાં આવશે. પહેલા એવું માનવામાં આવતું હતું કે બુલેટ ટ્રેનની ટ્રાયલ 2026માં થશે પરંતુ હવે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ટ્રાયલ સૌથી પહેલા ગુજરાતમાં શરૂ થશે અને આ ટ્રાયલ 2027માં થશે. તો બીજી તરફ જાપાનની હાઈસ્પીડ ટ્રેન શિંકનસેમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ભારતની પરિસ્થિતિઓ અને જરૂરિયાતો અનુસાર ટ્રેનમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.