November 4, 2024
મનોરંજન

દુબઈમાં યોજાનારા “ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ – ૨૦૨૨”ના નોમિનેશન્સની ઘોષણા કરાઈ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ ગૌરવ કહી શકાય કારણકે ગુજરાતી ફિલ્મ્સના કલાકારો અને કસબીઓને સમ્માનિત કરવા માટે વિદેશની ધરતી પર ભવ્યાતિભવ્ય આયોજન થવા જઇ રહ્યું છે. ‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ -૨૨’ નું આયોજન આ વર્ષે દુબઈ ખાતે થવા જઇ રહ્યું છે. જેનાં નોમિનેશન્સની ઘોષણા 19 ફેબ્રુઆરી, 2023ના રોજ અમદાવાદના વાયએમસીએ ક્લબ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો અને કલાકાર કસબીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ગૌરવવંતા આર.જે દેવકીને ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતી ૨૦૨૧- ૨૦૨૨ ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા.

૧ જાન્યુઆરી ૨૦૨૧ થી ૩૧ ડીસેમ્બર ૨૦૨૨ વચ્ચે રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો માંથી જેમને પોતાની ફિલ્મ ની ગુણવત્તા પર વિશ્વાસ છે તેવા ૬૯ ફિલ્મી ના નિર્માતા શ્રી ઓ દ્વારા ઓનલાઇન એન્ટ્રી મોકલવામાં આવી.” તીહાઈ – ધ મ્યુઝિક પીપલના શ્રી અભિલાષ ઘોડા અને પાવરા એન્ટરટેઇનમેન્ટના ડૉ. જયેશ પાવરા દ્વારા ‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧-૨૨’ નું સંયુક્ત રીતે આયોજન કરવામાં આવશે. આ એવોર્ડ્સ વિશેની સમગ્ર માહિતી તીહાઈ – ધ મ્યુઝિક પીપલના શ્રી અભિલાષ ઘોડા અને પાવરા એન્ટરટેઇનમેન્ટના ફાઉન્ડર ડૉ. જયેશ પાવરા તથા સીઈઓ જૈમિલ શાહ દ્વારા પુરી પાડવામાં આવી હતી. ગુજરાતી સિનેમા માં ઓસ્કાર નોમીનેશન સુધી પહોંચેલી ગુજરાતી ફિલ્મ છેલ્લો શોને વિશેષ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે. જાહેર થયેલા નોમીનેશન માં એક નજર નાખીએ તો કુલ ૬૯ ફિલ્મો માંથી ૨૩ ફિલ્મો ને વત્તા ઓછા પ્રમાણમાં નોમીનેશન મળ્યા છે. ૨૮ કેટેગરીમાં કુલ ૧૨૬ જેટલા કલાકારો – કસબીઓ એ નોમીનેશન મેળવ્યા છે, ૧૪ જેટલા વિશેષ એવોર્ડ પણ એનાયત થશે.

શ્રી અભિલાષ ઘોડા અને ડૉ. જયેશ પાવરા એ જણાવ્યું હતું કે, “આ એવોર્ડ્સનું આયોજન ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઊંચાઈના સ્તરે લઇ જવા માટે કરાયું છે. આ માટે ઘણા બધા નિર્માતાઓ એ પોતાની ફિલ્મ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી કેટલીક ફિલ્મો નોમિનેટ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વિવિધ કેટેગરીના નોમિનેશન્સ ઘોષિત કરાયા છે.” આ વર્ષે મુંબઇ જ્યુરી માં સુ શ્રી ગોપી દેસાઈ ( સીનીયર એક્ટ્રેસ તથા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ ના જ્યુરી મેમ્બર) વિનોદ ગણાત્રા ( કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ ના સદસ્ય, રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જ્યુરી મેમ્બર ), જીતેન પુરોહિત ( જાણીતા લેખક, દિગ્દર્શક), ચિરંતના ભટ્ટ ( ફિલ્મ વિવેચક ) તથા દિલીપ દિક્ષિત (ટેકનીકલ પાસાના જાણકાર ) એ પોતાની સેવાઓ આપી. જ્યારે ગુજરાત જ્યુરીમાં અદિતી ઠાકોર (દિગ્દર્શીકા ), કાર્તિકેય ભટ્ટ (ફિલ્મ વિવેચક), તુષાર દવે (ફિલ્મ વિવેચક), મનીષ પાઠક ( જાણીતા કવિ – ગીતકાર અને દિગ્દર્શક) ઘનશ્યામ આચાર્ય ( સીનીયર એડિટર) તથા ચીકા ખરસાણી ( જાણીતા કલા નિર્દેશક) એ પોતાની સેવાઓ આપી. બન્ને જ્યુરી વચ્ચે ચેર પર્સન ની જવાબદારી આદરણીય ગોપી દેસાઈ એ સંભાળી.

આ પ્રસંગે અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તથા એલીસબ્રીજ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ તથા વેજલપુર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર પણ ખાસ ઉપસ્થિત રહેલા. ‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ – ૨૨’ અંતર્ગત કુલ ૨૮ કેટેગરીમાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવશે. તમામ ૨૮ કેટેગરીમાં એનાયત કરવામાં આવનાર એવોર્ડ્સ માટેના નોમિનેશન ની જાહેરાત કરવામાં આવી હતી. ‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ – ૨૨’ એવોર્ડ્સ માટેની ૨૮ કેટેગરીમાં બેસ્ટ સ્ટોરી, બેસ્ટ સ્ક્રિનપ્લે, બેસ્ટ ડાયલોગ, બેસ્ટ લીરિસિસ્ટ, બેસ્ટ મેલ સિંગર, બેસ્ટ ફિમેલ સિંગર, બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર, બેસ્ટ ઓરિજનલ બેકગ્રાઉન્ડ સ્કોર, બેસ્ટ કોરિયોગ્રાફર, બેસ્ટ સિનેમેટોગ્રાફર, બેસ્ટ એડિટર, બેસ્ટ પબ્લિસિટી, બેસ્ટ આર્ટ ડિરેક્ટર, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર, બેસ્ટ એક્ટર ઈન કોમિક રોલ, બેસ્ટ એક્સ્ટ્રેસ ઈન કોમિક રોલ, બેસ્ટ એક્ટર ઈન નેગેટિવ રોલ, બેસ્ટ એક્ટ્રેસ ઈન નેગેટિવ રોલ, બેસ્ટ કેરેક્ટર એક્ટર, બેસ્ટ કેરેક્ટર એક્ટ્રેસ, બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ, બેસ્ટ એક્સ્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ, બેસ્ટ ડેબ્યૂટંટ એક્ટર, બેસ્ટ ડેબ્યૂટંટ એક્ટ્રેસ, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ ફિલ્મનો સમાવેશ થાય છે. નોમીનેશનમાં સમાવિષ્ટ ફિલ્મ અને કલાકારો સહિત બૉલીવૂડ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો, પ્રાયોજકોના પ્રતિનિધિઓ સહિત આશરે ૩૦૦ લોકોને આયોજકો દ્વારા આગામી ૧૮ માર્ચે દુબઈ લઇ જવામાં આવશે. તારીખ ૧૯ માર્ચના રોજ દુબઈના અતિ પ્રતિષ્ઠિત બોલીવુડ પાર્ક ખાતે બીજા ‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ – ૨૨’નું આયોજન ભારતથી દુબઈ ગયેલા ખાસ મહેમાનો તથા દુબઈ સ્થિત ખાસ આમંત્રીતોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

Related posts

અક્ષય કુમારની માતાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

Asur 2 Kali: આ એ જ 19 વર્ષનો અસુર છે જેણે કલયુગને ચરમસીમાએ પહોંચાડ્યો છે, જેની સામે અરશદ વારસી અને બરુણ પણ નિસ્તેજ!

Ahmedabad Samay

આ અભિનેત્રીઓએ તેમની યુવાનીમાં વૃદ્ધ મહિલાનો રોલ કર્યો હતો, તેનો લૂક જોઈને ચાહકો ચોંકી ગયા હતા!

Ahmedabad Samay

એકલા છો તો દુ:ખ શું છે: ન બાપે તેને નામ આપ્યું, યુવાનીનો પ્રેમ પણ નિષ્ફળ ગયો, જો કંઈ મળ્યું તો માત્ર જીવનની એકલતા…..

Ahmedabad Samay

ના કપડાં, ના કોઈ વસ્તુ, ના હાથ… જ્યારે ઉર્ફી જાવેદ કેમેરા સામે અર્ધનગ્ન થયા, ત્યારે લોકો સ્તબ્ધ થઈ ગયા!

admin

સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા’ હૈ કિ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોના થી મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો