ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલે નાની-દમણ સ્થિત સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે “ઇ-વિદ્યા એપ” નું અનાવરણ કર્યું હતુ. આ એપ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેરિત છે અને આના માધ્યમથી ધોરણ 10 થી 12 ના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ઘણો જ લાભ મળશે. આ એપમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે વિડીયો લેકચર મુકવામાં આવશે અને તેના દ્વારા વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે અને તેમની અનુકૂળતાએ ઘરે બેઠા વિનામૂલ્યે અભ્યાસ કરી શકશે. કાર્યક્રમના અતિથિ દિલીપસિંહ ગોહિલે ઉપસ્થિત વિદ્યાર્થીઓને “ઈ-વિદ્યા” એપના ફાયદાઓ જણાવ્યા અને દરેકને તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ સમજાવી. આ કાર્યક્રમ માં સાર્વજનિક શાળાના શિક્ષકો, વિધાર્થીઓ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ મહેશ અગરિયા, પ્રદેશ ભાજપ મંત્રી જીજ્ઞેશ.ડી.પટેલ, ફાલ્ગુની બેન પટેલ, દમણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ વર્ષિકા બેન પટેલ, દમણ નપા ના કાઉન્સિલર જસ્સી કોર, બરોડા મહાનગર પાલિકા ના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલ, અમરજીતસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.