March 23, 2026
તાજા સમાચાર

LIVE બજેટ- શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ, ચૂંટણીમાં શિક્ષણ વિપક્ષ માટે મોટો મુદ્દો હતો

ભૂપેન્દ્ર પટેલ સરકારના મોટા કદના બજેટમાં વિભાગીય જોગવાઈમાં સૌથી વધુ બજેટ અત્યા સુઘીમાં શિક્ષણ માટે ફાળવવામાં આવ્યું છે. નાણાં મંત્રી કનુ દેસાઈએ શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ કરી છે. આ વખતે શિક્ષણ પર મોટા સવાલો વિપક્ષ તરફથી ચૂંટણી દરમિયાન કરવામાં આવ્યા હતા. પ્રથમ  વખત શિક્ષણ ક્ષેત્રે કામગિરી માટે વખણાતી આપ પાર્ટી આ મુદ્દાને વિધાનસભાની ચૂંટણીમાં સરકાર પર પ્રહાર કરવા માટે ખેંચી લાવતા લોક ચર્ચા પણ થઈ હતી. જેમાં ટ્વિટર વૉરથી લઈને આપ નેતાની સ્કૂલોમાં વિઝિટ સહીતના મુદ્દાઓએ દેશભરમાં સૌ કોઈનું ધ્યાન દોર્યું હતું ત્યારે આ વખતે રાજ્ય સરકારે શિક્ષણના સ્તરને માળખાકીય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સુધારવા માટે મોટી રકમની ફાળવણી કરી છે.

શાળાઓના માળખાકીય સુવિધા માટે 3109 કરોડ

– શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– શાળાઓના માળખાકીય સુવિધા માટે 3109 કરોડની જોગવાઈ

– રાજ્યની 400 જ્ઞાનસેતુ શાળાઓ માટે 64 કરોડની જોગવાઈઓ

– સૈનિક શાળાઓ શરૂ કરવા માટે 5 કરોડની જોગવાઈ

– સરકારી શાળાઓની માળખાકીય સુવિધાઓની જાળવણી માટે 109 કરોડની જોગવાઈ

– પ્રાથમિક શાળાઓને સહાયક શિક્ષકો આપવા અંગે 87 કરોડની જોગવાઈ. .

શિષ્યવૃત્તિ આપવા માટે 390 કરોડની જોગવાઈ 
– ઉચ્ચ શિક્ષણમાં શોધ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવા માટે 390 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણમાં સંશોધન, કૌશલ્ય વિકાસ, તાલીમ, ડિજિટલ લર્નિંગ માટે 401 કરોડ રૂપિયાની જોગવાઈઓ કરવામાં આવી છે. ઉચ્ચ અને તકનીકી શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણ અને જાળવણી માટે રૂ. 169 કરોડ, સ્ટાર્ટઅપ વિદ્યાર્થીઓ માટે રૂ. 70 કરોડ ફાળવવામાં આવ્યા છે.

Related posts

આંતકી હુમલા પર મહિલા પ્રવાસીએ એક ચોંકાવનારી વાત કહી છે. મહિલાએ જણાવ્યું છે કે આતંકવાદીઓએ પહેલા લોકોને તેમનું નામ અને ધર્મ પૂછ્યું અને પછી તેમને ગોળી મારી

Ahmedabad Samay

સિદ્ધુ મૂઝવાલાની માતા ચરણ કૌરે IVF ટેકનિક દ્વારા પુત્રને જન્મ આપ્યો

Ahmedabad Samay

યુક્રેનના ભૂતપૂર્વ સૈન્ય કમાન્ડર-ઈન-ચીફ વેલેરી ઝાલુજ્નીનું નિવેદન, ત્રીજું વિશ્વ શરૂ, વિશ્વ ભરમાં ખડભડાટ

Ahmedabad Samay

ગુજરાત ATSએ એક વ્યક્તિની કરી ધરપકડ, જામનગર જિલ્લામાં વડાપ્રધાનની ઘટના દરમિયાન તેમની હત્યા અને વિસ્ફોટ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

મધ્‍યમ વર્ગની બજેટમાં આવકવેરા મુક્‍તિમાં વધારાની અપેક્ષા પર પાણી ફરયુ

Ahmedabad Samay

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી ગુજરાત મુલાકાત દરમિયાન બે રેલીઓ સંબોધશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો