BJP અને કોંગ્રેસ માટે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણી ‘કરો યા મરો’ જેવી હતી. બંને પક્ષોએ આ ચૂંટણીમાં પોતાની પૂરી તાકાત લગાવી હતી પણ બંને પક્ષોને ૧-૧ રાજ્યમાં સત્તા મળી છે.
ભાજપે હરિયાણામાં વિજયની હેટ્રીક નોંધાવી છે અને કોંગ્રેસનો વનવાસ યથાવત રહ્યો છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ૧૦ વર્ષ બાદ અને કલમ ૩૭૦ હટાવ્યા બાદ યોજાયેલી પહેલી ચૂંટણીમાં કોંગ્રેસ – એનસી ગઠબંધને બાજી મારી છે અને ત્યાં બંનેના ગઠબંધનનું એવું વાવાઝોડુ ફુંકાયું કે ભાજપ અને પીડીપી ઉડી ગયા છે. જમ્મુ-કાશ્મીરમાં હવે ઉમર અબદુલ્લાહ સીએમ બનશે એવી જાહેરાત થઇ છે. જો કે હરિયાણામાં ભાજપે સત્તા જાળવી રાખતા કેસરિયા બ્રિગેડમાં જશ્ન મનાવવામાં આવી રહ્યો છે.
હરિયાણામાં ૯૦ બેઠકના ટ્રેડ + પરિણામ મળ્યા છે તે પ્રમાણે કોંગ્રેસ ૩૫, ભાજપ ૫૦, અન્ય ૫ બેઠક પર આગળ છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કુલ ૯૦ બેઠક પરના ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ-એનસી ૫૧, પીડીપી ૨, ભાજપ ૨૮, અન્ય ૯ બેઠક પર આગળ છે અથવા વિજેતા બન્યા છે. ઉમર અબદુલ્લાહ બંને બેઠક પરથી જીતી ગયા છે. જ્યારે હરિયાણામાં ફોગાટ પણ વિજયી બન્યા છે.
જમ્મુ ક્ષેત્રમાં ભાજપનો દબદબો રહ્યો છે તો કાશ્મીર ખીણમાં ભાજપને એક પણ બેઠક મળી નથી. જમ્મુ-કાશ્મીરમાં આપનું ખાતુ ખુલ્યું છે તેના ઉમેદવારનો વિજય થયો છે.