ભારતીય ક્રિકેટરોને IPL સિવાય અન્ય દેશોની ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમવાની મંજૂરી નથી. જ્યારે અન્ય તમામ દેશોના ખેલાડીઓ ગમે ત્યાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવા માટે સ્વતંત્ર છે. જો ભારતીય ખેલાડીઓએ વિદેશી લીગમાં ભાગ લેવો હોય તો તેમણે બીસીસીઆઈ સાથેના તમામ જોડાણ ખતમ કરવા પડશે. આવી સ્થિતિમાં જ્યારે એક એન્કરે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર કામરાન અકમલને લગતો પ્રશ્ન પૂછ્યો તો આ ખેલાડીએ ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો.
કામરાન અકમલને એક એન્કર દ્વારા પૂછવામાં આવ્યું કે શું ભારતીય ખેલાડીઓએ PSL રમવું જોઈએ? તો કામરાને કહ્યું, ‘ભારતીય ખેલાડીઓએ પીએસએલ ન રમવું જોઈએ. ભારતીય બોર્ડનો તેના ખેલાડીઓને વિદેશી ફ્રેન્ચાઈઝી લીગમાં રમવાની પરવાનગી નહીં આપવાનો નિર્ણય એકદમ સાચો છે. તે જાણે છે કે આઈપીએલ બે મહિના ચાલે છે અને પછી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ છે. ત્યાંના ખેલાડીઓ આર્થિક રીતે પણ ખૂબ જ મજબૂત છે, તેથી તેમને અન્ય ફ્રેન્ચાઇઝીમાં રમવાની જરૂર નથી.
અકમલે પીસીબીને સલાહ આપી હતી
આ જવાબની સાથે કામરાન અકમલે પોતાના દેશના ક્રિકેટ બોર્ડને સલાહ પણ આપી હતી. તેણે કહ્યું, ‘આપણા બોર્ડે તેની પાસેથી કંઈક શીખવું જોઈએ. તેઓએ તેમના ખેલાડીઓની કારકિર્દી કેવી રીતે વધારી તે પણ શીખવું જોઈએ. ભારતમાં આવા 14 થી 15 ક્રિકેટરો હશે જેઓ 100 થી વધુ ટેસ્ટ મેચ રમ્યા હશે જ્યારે આપણી પાસે આવા માત્ર 2 થી 3 ખેલાડીઓ છે. ભારત પોતાના ક્રિકેટ અને ખેલાડીઓનું મહત્વ સમજે છે. અકમલે એમ પણ કહ્યું કે આઈપીએલમાં ખેલાડીઓને ખૂબ પૈસા મળે છે. BBL સહિત અન્ય કોઈ ફ્રેન્ચાઈઝી લીગ આ મામલે IPL સાથે સ્પર્ધા કરી શકે નહીં.
વિમેન્સ પ્રીમિયર ઓક્શનમાં એલિસ પેરી ત્રીજી સૌથી મોંઘી વિદેશી ખેલાડી હતી. આ હરાજીમાં સૌથી મોંઘી વિદેશી ખેલાડી ઈંગ્લેન્ડની નેટ સીવર બ્રન્ટ હતી જ્યારે બીજા નંબરની સૌથી મોંઘી વિદેશી ખેલાડી ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર હતી. જ્યારે એલિસ પેરી આ યાદીમાં ત્રીજા નંબરે હતી. ઈંગ્લેન્ડની નેટ સીવર બ્રન્ટને મુંબઈ ઈન્ડિયન્સે જ્યારે ઓસ્ટ્રેલિયાના એશ્લે ગાર્ડનરને ગુજરાત જોઈન્ટ્સે ખરીધી હતી. આ સાથે જ એલિસ પેરી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમશે. હાલમાં એલિસ પેરી સહિત અન્ય તમામ મહિલા ક્રિકેટરો દક્ષિણ આફ્રિકામાં મહિલા T20 વર્લ્ડ કપ રમી રહી છે.
