August 8, 2026
ગુજરાત

ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં ધો.1થી 8 સુધી ગુજરાતી ફરજિયાત, અમિત ચાવડાએ કહ્યું- વિદ્યાર્થીઓ માટે જ નહીં, સરકારી બાબૂઓ પણ…

રાજ્યમાં દરેક બાળક માતૃભાષા ગુજરાતી સારી રીતે શીખી શકે અને ભણી શકે તે માટે આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગુજરાતી ભાષા ફરજિયાત અંગેનું બિલ રજૂ કર્યું હતું. આ બિલને ચર્ચા બાદ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ મુજબ, રાજ્યમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે. જ્યારે ગુજરાતી ભાષા ફરજિયાત બિલમાં નિયમ ભંગ સામે કડક જોગવાઈ પણ કરાઈ છે. આ બિલ અંગે વિપક્ષના નેતા અમિત ચાવડાએ ટિપ્પણી કરી હતી કે, વિદ્યાર્થીઓ સાથે સરકારી અધિકારીઓ માટે પણ ગુજરાતી ભાષા ફરજિયાત કરવી જોઈએ. સરકારી અધિકારીઓ ગુજરાતી ભાષામાં વ્યવહાર કરે તે માટે તેમણે ટકોર કરી હતી.

ધો.1થી ધો.8 સુધી ગુજરાતી ભાષા ફરજિયાત કરાશે

મીડિયા અહેવાલ મુજબ, અમિત ચાવડાએ કહ્યું હતું કે, સરકારને કેમ છેક ત્યારે ગુજરાતી ભાષા ફરજિયાત કરવાની જરૂર લાગી? વિદ્યાર્થીઓ સાથે સરકારી અધિકારીઓએ પણ ગુજરાતી ભાષામાં વ્યવહાર કરવો જોઈએ. જણાવી દઈએ કે આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રી દ્વારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વાનુમતે પસાર કરાયું હતું. આ બિલમાં રાજ્યની તમામ શાળાઓમાં ધો.1થી ધો.8 સુધી ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે. આ બિલ પર સત્તાપક્ષ અને વિપક્ષના કુલ 18 ધારાસભ્યએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

 

કેટલીક શાળાઓ નિયમનો કરતી હતી ભંગ

માહિતી મુજબ, વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આ બિલમાં નિયમોનો ભંગ કરતી રાજ્યની શાળો સામે દંડ અને સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્યમાં કેટલીક અંગ્રેજી માધ્યમની સ્કૂલો સહિત અન્ય સ્કૂલોમાં ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી નહોતી. આથી હાઈકોર્ટે આ મામલે સરકારની ઝાટકણી કાઢી હતી.  ત્યારે હવે રાજ્ય સરકારે ગુજરાતી ભાષા માટે બિલ પસાર કર્યું છે. હવે જલદી આ અંગે કાયદો બનાવવામાં આવશે

Related posts

પ્રધાનમંત્રી મોદીનું આજ રોજ સાંજે ૫.૩૦ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે

Ahmedabad Samay

રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં ગયા નહિ

Ahmedabad Samay

લોકડાઉન માં ફસાયેલા લોકોને વતન વાપસી માટે રેલવે યાત્રા નો ખર્ચ કોંગ્રેસ સરકાર ઉઠાવશે : સોનિયા ગાંધી

Ahmedabad Samay

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર

Ahmedabad Samay

AIMIM પાર્ટીના ઓવૈસીનો અમદાવાદમાં ભવ્ય સ્વાગત

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો