અમદાવાદમાં ઓવૈસીને જબરજસ્ત આવકાર મળ્યો હતો અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા અને સ્થળ ઉપર નમાઝ પઢી હતી અહીં રેલી યોજાઈ હતી ત્યારબાદ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર ઓવેસીની સભાનું આયોજન કરવામાં આવતા સભામાં સાંજે 5.30 વાગ્યાથી જ લોકો આવવાના શરૂ થઈ ગયા હતા. 1000થી વધુ લોકો સભામાં ઉમટી પડયા હતા, ઓવેસી આવતાંની સાથે જ હાજર તેમના સમર્થકો ઉત્સાહ માં આવી ગયા હતા
રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ પર ખૂબ મોટું સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. જેના પર AIMIM પાર્ટીના તમામ 21 ઉમેદવાર અને રાષ્ટ્રીય તેમજ પ્રદેશના નેતાઓ હાજર હતા. સભામાં BTPના મહેશ વસાવા પણ હાજર રહ્યાં હતા.
અમદાવાદમાં ઓવૈસીની રેલી પહેલા જ AIMIMના 200 જેટલા કાર્યકરો નેશનલ હાઇવેમાં 100 બાઇકો લઈ ઘુસી ગયા હતા. ઓવૈસીએ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ઉપસ્થિત મુસ્લીમ બિરાદરો એ ગ્રાઉન્ડમાં નમાઝ અદા કરી હતી. ઓવેસી ને ભરૂચ તેમજ અમદાવાદના ચોક્કસ વિસ્તારમાં ભારે સમર્થન મળતા હવે તેઓની વોટબેંક મજબૂત બનશે તેમ લાગી રહ્યું છે.