September 21, 2026
રમતગમત

IND Vs AUS: શું ટીમ ઇન્ડિયા ઇન્દોરમાં ઇતિહાસ રચશે? જાણો 141 વર્ષ પહેલા ટેસ્ટમાં 85 રનના લક્ષ્ય સામે કેવી રીતે મેળવી હતી જીત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા ખૂબ જ નબળી સ્થિતિમાં જોવા મળી રહી છે. બીજા દિવસના અંત સુધીમાં ભારતીય ટીમ તેના બીજા દાવમાં 163 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 75 રનની લીડ લઈને ટીમે વિરોધી ટીમને 76 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ ટીમે ટેસ્ટમાં 100થી ઓછા રનનો ટાર્ગેટ આપ્યો હોય. લગભગ 141 વર્ષ પહેલા ઈંગ્લેન્ડની ટીમે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા 85 રનનો બચાવ કર્યો હતો.

શું ટીમ ઈન્ડિયા તેનો 141 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકશે?

જો ટીમ ઈન્ડિયા ઈન્દોર ટેસ્ટમાં 76 રનથી જીત મેળવવામાં સફળ થશે તો ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટનો એક અનોખો રેકોર્ડ તોડી નાખશે. વાસ્તવમાં ટેસ્ટ ક્રિકેટમાં 141 વર્ષ પહેલા એટલે કે 1882માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ચોથી ઈનિંગમાં કુલ 85 રનનો બચાવ કર્યો હતો. હવે ટીમ ઈન્ડિયા ઈન્દોર ટેસ્ટમાં કુલ 75 રનનો બચાવ કરીને ક્રિકેટના ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ બનાવી શકે છે.

અત્યાર સુધીની મેચ

1 માર્ચથી શરૂ થયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમ તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 197 રન બનાવ્યા હતા.

આ પછી બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા ફરી એકવાર 200 રનમાં જ સિમિત થઈ ગઈ હતી. આ વખતે ટીમ ઈન્ડિયા 163 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમે 75 રનની લીડ મેળવીને ઓસ્ટ્રેલિયાને 76 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હવે મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા તેની બીજી અને ચોથી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરશે.

આ વખતે ટીમ ઈન્ડિયા 163 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમે 75 રનની લીડ મેળવીને ઓસ્ટ્રેલિયાને 76 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હવે મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા તેની બીજી અને ચોથી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરશે.

Related posts

ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે સિરીઝમાં અજેય રહેવાની મેચ જીતી લીધી,અજીત વાડેકરની સફળતાનુ પુનરાવર્તન કર્યુ

Ahmedabad Samay

WTC Final: ખેલાડીઓ કોવિડ પોઝિટિવ હોવા છતાં પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી શકશે, રિપોર્ટ આવ્યો સામે

Ahmedabad Samay

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર  કોરોનાની ઝપટેમાં

Ahmedabad Samay

ભારતે ઓસ્ટ્રેલિયાને ૦૬ વિકેટે હરાવ્યું

Ahmedabad Samay

DC Vs MI: મુંબઈની રોમાંચક જીત બાદ રોહિતને એક નહીં પરંતુ મળ્યા 3 એવોર્ડ અને રોકડ ઈનામ

admin

IPL 2023 Prize Money: ચેન્નઇ સુપર કિંગ્સ પાંચમી વખત બની ચેમ્પિયન, ધોનીને સોંપાયો 20 કરોડ રૂપિયાનો ચેક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો