September 21, 2026
ગુજરાત

ભરૂચ શહેર અને જિલ્લામાં લાકડાંમાં કિલોએ માત્ર 1 રૂપિયાનો વધારો છતાં વેચાણ ઘટ્યું…

ભરૂચ શહેર અને જિલ્લામાં લાકડાંમાં કિલોએ માત્ર 1 રૂપિયાનો વધારો છતાં વેચાણ ઘટ્યું…

પાછલા 4-5 વર્ષથી લોકો પ્રાકૃતિક અને વૈદિક હોળી લાકડાંની ઓછી થતી ખપત તરફ વધતાં
• લાકડાંના વેપારીઓનો હવે પેહલા કરતાં હોળીએ વ્યવસાય ઓછો
થઈ રહ્યો હોવાનો ખેદ વ્યક્ત
ભરૂચ શહેર અને જિલ્લામાં હવે હોળીએ લાકડાંનું દહન ઘટી રહ્યું છે. જેને લઈ હજારો મણ લાકડાંના વેચાણમાં પણ આ વર્ષે ઘટાડો નોંધાયો છે.
પાછલા 4-5 વર્ષથી લોકો પ્રાકૃતિક અને વૈદિક હોળી તરફ વધતાં લાકડાંની ઓછી થતી ખપત
• લાકડાંના વેપારીઓનો હવે પેહલા કરતાં હોળીએ વ્યવસાય ઓછો થઈ રહ્યો હોવાનો ખેદ વ્યક્ત
ભરૂચ શહેર અને જિલ્લામાં હવે હોળીએ લાકડાંનું દહન ઘટી રહ્યું છે. જેને લઈ હજારો મણ લાકડાંના વેચાણમાં પણ આ વર્ષે ઘટાડો નોંધાયો છે.
હિંદુઓના તહેવારો હવે ઇકો ફ્રેન્ડલી અને પ્રકૃતિમય વધુ બની રહ્યાં છે. દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર, પાણીનો બચાવ સાથે લાકડાંનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે. ગામ સોસાયટી વચ્ચે સામુહિક એક જ હોળી, પ્રાકૃતિક, વૈદિક હોળીના પાછલા 4-5 વર્ષમાં વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે. આ હોળી પર્વે લાકડાંના ભાવોમાં માત્ર 1 રૂપિયાનો વધારો થયો છે પણ વેચાણ ઘટ્યું છે. ભરૂચ શહેરમાં 70 વર્ષ ઉપરાંતથી લાકડાનો વ્યવસાય કરતાં વેપારીએ જણાવ્યું હતું કે, લાકડાંનો કિલોનો ભાવ 8 રૂપિયા અને મણના 160 છે પણ વેચાણમાં ભારે ઘટાડો છે. જેની પાછળ વૈદિક, પ્રાકૃતિક હોળી અને છાણાનો વધતો જતો વપરાશ કારણભૂત છે.

Related posts

શહીદે-એ-આઝમ વીર ભગતસિંહ ની‌૧૧૭ મી જન્મ જયંતી ને ગૌરવ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભયંકર આગ લાગી

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન

Ahmedabad Samay

લવ જેહાદની વધતી જતી પ્રવૃત્તિને અંકુશમાં લાવા કાયદો ઘડાશે: પ્રદીપસિંહ જાડેજા

Ahmedabad Samay

ભારત વિશ્વ મહાસત્તામાં ત્રીજા સ્થાને

Ahmedabad Samay

અમદાવાદ – રાત્રિ દરમિયાન પોલીસે દારુ, ડ્રગ્સ મામલે સિંધુભવન રોડ, થલતેજ અને એસજી હાઈવે પર ઓપરેશન હાથ ધર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો