પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપને લઈને મામલો વધુ ગરમ થઈ રહ્યો છે અને સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ છે કે પાકિસ્તાન હવે વર્લ્ડ કપ રમવા માટે ભારત આવવાનો ઈન્કાર કરી રહ્યું છે. હકીકતમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને BCCI વચ્ચે એશિયા કપના સ્થળ નક્કી કરવાને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે.
હવે આ વિવાદ એટલો ઊંડો થઈ ગયો છે કે બંને દેશ એકબીજાની જગ્યાએ રમવા તૈયાર નથી. મળતી માહિતી મુજબ, પાકિસ્તાન એશિયા કપ 2023નું આયોજન કરી રહ્યું છે. પરંતુ સુરક્ષાના કારણોસર BCCIએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનમાં રમવાની ના પાડી દીધી છે. આ પછી જ વિવાદ વધી રહ્યો છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ નજમ સેઠીએ કહ્યું કે જો ટીમ ઈન્ડિયા એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાનની ટીમ પણ આગામી ODI વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત નહીં જાય.