November 5, 2026
ગુજરાતઅપરાધ

દેશી દારૂના ધંધાર્થીઓને દરોડા પાડીને જીલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી 6 દેશી દારૂની ભઠ્ઠી મળી આવી

પોરબંદર જિલ્લામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને હવે તો પોરબંદર શહેરમાંથી પણ દેશી દારૂની ભઠ્ઠીઓ પકડાવવાનો શીલશીલો સતત ચાલુ જ રહે છે પણ આ ભઠ્ઠીઓ બંધ થવાનું નામ લેતી નથી. પોલીસે ગઇકાલે દેશી દારૂના ધંધાર્થીઓને દરોડા પાડીને જીલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી 6 દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી.

જેમાંથી પોલીસે 1130 લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી લીધો હતો. નરસંગ ટેકરી વિસ્તારમાં ગંગેશ્વર મહાદેવના મંદિર પાછળ રહેતા માલદે કરણાભાઇ ઓડેદરા નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડીને ત્યાંથી દેશી દારૂ બનાવવાનો 60 લીટર આથો ઝડપી લીધો હતો અને માલદે ઓડેદરા સ્થળ પર હાજર નહીં મળતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. જયારે કે નવી ખડપીઠ પાસે રહેતા રૂડીબેન માલદે ભુતિયા નામની મહિલાના ઘરેથી પોલીસે દરોડો પાડીને 15 લીટર આથા સાથે રંગેહાથ ઝડપી લીધી હતી. જયારે કે ધરમપુરના પાટીયા પાસે ચારણના દંગામાંથી પોલીસે મેઘા આલણશીભાઇ ઘોડા નામના શખ્સના ઘરે દરોડો પાડીને 40 લીટર આથો ઝડપી લીધો હતો તથા મેઘા નામના શખ્સ હાજર નહી મળતા પોલીસે તેને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

જયારે કે બરડા ડુંગરના કોઠાવાળાનેશ થી 1 કીમી દૂર ડુંગરની પડધારમાં રાણના ઝાડ નીચેથી પોલીસે 600 લીટર દેશી દારૂનો આથો ઝડપી લીધો હતો તથા આ ભઠ્ઠીના ચાલક ડાયા બોઘા ગુરગુટીયા નામનો શખ્સ સ્થળ પર હાજર નહી મળતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

જયારે કે મહોબતપરા ગામેના ખારાસીમમાંથી પોલીસે લખમણ રાજશીભાઇ મોઢવાડીયા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે દરોડો પાડીને 15 લીટર જેટલો આથો ઝડપી લીધો હતો. જયારે કે ભારવાડા ગામેની ગોરડીયા સીમમાંથી કેનાલના કાંઠેથી પોલીસે 400 લીટર આથો તથા દારૂ બનાવવાનો વિવિધ સામાન મળી આવ્યા હતા. પોલીસને આ સ્થળેથી પારસ કિશોરભાઈ સાદીયા નામનો ભઠ્ઠીનો ચાલક હાજર નહીં મળતા પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. પોલીસે આ તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

૦૮ મહાનગરોમાં ૩૧ જૂલાઈ થી રાત્રિના ૧૧ થી સવારે ૦૬ વાગ્યા સુધીનો રહેશે

Ahmedabad Samay

એર ઇન્ડિયાના કર્મચારી હવે નોકરી પર જીન્સ, ટી – શર્ટ, સ્લીપર કે સેન્ડલ નહિ પહેરી શકે

Ahmedabad Samay

3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાની શક્યતા

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનો સાંસ્કૃતિક કાર્યક્રમ “આનંદોત્સવ” યોજાયો . .

Ahmedabad Samay

સમગ્ર ગુજરાતમાં ૪ થી ૭ જુલાઈ સુધી અમુક વિસ્‍તારોમાં ૧ ઈંચ થી ૬ સુધી  ભારે વરસાદ પડી શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો