July 12, 2024
ગુજરાત

૦૮ મહાનગરોમાં ૩૧ જૂલાઈ થી રાત્રિના ૧૧ થી સવારે ૦૬ વાગ્યા સુધીનો રહેશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટી માં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી  1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરો માં રાત્રિ કરફ્યુ નો અમલ હાલ  રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી નો  છે તે  31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.

આ  8 મહાનગરો માં હોટેલ અને રેસ્ટોરન્ટ   રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજયમાં હાલ જાહેર સમારંભો  ખુલ્લી જગ્યામાં યોજવા માં જે 200 વ્યક્તિઓ ની  મર્યાદા છે તે  તારીખ 31  જૂલાઈ થી  વધારીને 400  વ્યક્તિઓ ની કરવામાં આવી છે. આવા  કાર્યક્રમોનું   જો બંધ હોલમાં  આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતા ના 50 ટકા પરંતુ મહત્તમ 400  વ્યક્તિઓ ની મર્યાદા માં અને કોરોના સંક્રમણ નિયંત્રણ ના નિયમો ના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવા ના રહેશે

Related posts

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર્સ

Ahmedabad Samay

પૂર્વ CM વિજય રૂપાણીના રાજીનામાં બાદ તેમની પુત્રીએ કરેલી ભાવુક પોસ્ટ થઇ વાયરલ

Ahmedabad Samay

અમદાવાદ: 23 ખાનગી શાળાઓ બંધ થવાની સંભાવના, અપૂરતા વિદ્યાર્થીઓ બનશે કારણ

Ahmedabad Samay

ભાજપ ઉમેદવાર અમિતભાઈ  શાહે અમદાવાદના નરોડા વિસ્તારમાં જનસભાને સંબોધન કર્યું

Ahmedabad Samay

ગાંધીનગરમાં BJP દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

કિશન ભરવાડ હત્યા કેસમાં હવે FIRમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો ઉમેરવામાં આવશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો