અમેરિકાના ટેક્સાસ રાજ્યના લુઇસવિલે શહેરમાં એક બેંક બિલ્ડિંગમાં ગોળીબાર કરનાર બંદૂકધારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ‘લાઈવ સ્ટ્રીમિંગ’ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબાર સોમવારે સવારે ઈસ્ટ મેઈન સ્ટ્રીટની એક ઈમારતમાં થયો હતો જેમાં ઓલ્ડ નેશનલ બેંક આવેલી છે. આ ઘટનામાં કેન્ટુકીના ગવર્નરના નજીકના મિત્ર સહિત પાંચ લોકો માર્યા ગયા હતા અને શંકાસ્પદ હુમલાખોર પણ માર્યો ગયો હતો.
શહેરના મેયર ક્રેગ ગ્રીનબર્ગે આ હુમલાને “લક્ષિત હિંસાનું દુષ્ટ કૃત્ય” ગણાવ્યું. લુઇસવિલે મેટ્રો પોલીસ વડા જેક્લીન ગિવિન-વિલારોલે જણાવ્યું કે હુમલાખોરની ઓળખ 25 વર્ષીય કોનર સ્ટર્જન તરીકે કરવામાં આવી હતી, જે હુમલાનું જીવંત પ્રસારણ કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે તે ખૂબ જ દુઃખદ છે કે આ ઘટના રેકોર્ડ કરવામાં આવી છે અને તેનો વીડિયો ઉપલબ્ધ છે.
મેટાએ હુમલાનો લાઈવ વીડિયો હટાવ્યો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ એક નિવેદનમાં જણાવ્યું કે તેમણે “આજે સવારે તરત જ” દુ:ખદ ઘટનાની “લાઇવ સ્ટ્રીમ” દૂર કરી દીધી છે. જો કે, આ સોશિયલ મીડિયા કંપનીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં હિંસક અને ઉગ્રવાદી સામગ્રીને પ્રતિબંધિત કરવા માટે કડક નિયમો લાગુ કર્યા છે. લુઇસવિલે હોસ્પિટલના પ્રવક્તા હીથર ફાઉન્ટેને એક ઈમેલમાં જણાવ્યું કે લુઇસવિલે ગોળીબારમાં નવ લોકો ઘાયલ થયા હતા, જેમાં બે પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાંની એક, ડાયના એકર્ટ, સોમવારે રાત્રે સારવાર દરમિયાન ઇજાઓને કારણે મૃત્યુ પામી હતી.
ગોળીબારમાં કેન્ટુકી ગવર્નરના મિત્રનું પણ મોત થયું
કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું હતું કે તેમણે ગોળીબારમાં નજીકના મિત્ર ટોમી ઇલિયટને ગુમાવ્યો. બેશિયરે કહ્યું, “ટોમી ઇલિયટે મને કાયદામાં કારકિર્દી બનાવવામાં મદદ કરી, મને ગવર્નર બનવામાં મદદ કરી. સારા પિતા કેવી રીતે બનવું તેની ટીપ્સ આપી. વિશ્વમાં હું જેની સાથે સૌથી વધુ વાત કરું છું તેમાંથી તે એક હતો. તે મારો ખૂબ સારો મિત્ર હતો.” પોલીસે જણાવ્યું કે ગોળીબારમાં જીવ ગુમાવનારા અન્ય ચાર લોકોની પણ ઓળખ જોશ બેરિક, જિમ ટટ્ટ અને જુલિયાના ફાર્મર તરીકે થઈ છે. આ વર્ષે દેશમાં સામૂહિક ગોળીબારની આ 15મી ઘટના છે.