September 22, 2026
અપરાધ

સલમાન ખાન પર લોરેન્સ બિશ્નોઈની ધમકીઓ વચ્ચે સુરતના એક વેપારીને ખંડણીનો કોલ

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધમકીઓ વચ્ચે સુરતના એક વેપારીને ખંડણીનો કોલ આવતા વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. સુરતના વેપારીને લોરેન્સ બિશ્નોઈના નામે વોટ્સએપ કોલથી ધમકી આપવામાં આવી હતી. પાંચ લાખ રૂપિયા આપવા પડશે તેમ કહી હત્યાની ધમકી આપી હતી.

સુરતમાં ઓનલાઈન બિઝનેસ કરનાર વ્યક્તિ પાસેથી ખંડણી માંગવાની ઘટના પ્રકાશમાં આવતા. વેપારીની ફરિયાદના આધારે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. વરાછા પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ વેપારીએ FIR નોંધાવી હતી.

વ્હોટ્સએપ કોલ પર કહી આ વાત 
વ્હોટ્સએપ કોલ પર પોતાને લોરેન્સનો શૂટર ગણાવતા, વ્યક્તિએ કહ્યું કે પાંચ લાખ રૂપિયા આપો, નહીં તો 24 કલાકમાં  હત્યા કરી દેવામાં આવશે. જો કે, પ્રાપ્ત વિગતો અનુસાર વેપારીની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે વોટ્સએપ કોલ આવતા સુરતના વેપારી જગતમાં ખળભળાટ મચી ગયો છે. ફોન કરનારે પોતાની ઓળખ લોરેન્સ બિશ્નોઈ ગ્રુપના સુખા સોપુ તરીકે આપી હતી. તેણે ધમકી આપી હતી કે 5 લાખ રૂપિયા આપવા પડશે નહીં તો 24 કલાકમાં મારી નાખવામાં આવશે. વેપારીની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતમાં પણ બિસ્નોઈ ગેંગ સક્રીય
સુરતના વરાછામાં રહેતા ઓનલાઈન બિઝનેસ કરતા બિઝનેસમેનને ગુરુવારે રાત્રે 11 વાગે તેના મોબાઈલ પર વોટ્સએપ કોલ આવ્યો હતો. કેતનભાઈ નામના વેપારીએ કહ્યું કે, તેની પાસે એટલા પૈસા નથી ત્યારે કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. ચેટમાં લોરેન્સ બિશ્નોઈ સુખા સોપુ ગ્રુપ લખેલું હતું. ખંડણીના કોલ બાદ વેપારીની ઊંઘ ઉડી ગઈ હતી. તેના મિત્રો અને પરિચિતો સાથે વાત કર્યા બાદ કેતન મોડી રાત્રે વરાછા પોલીસ સ્ટેશન ગયો અને એફઆઈઆર નોંધાવી. વરાછા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.

Related posts

ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની-લેબ બનાવી મેથા મ્ફેટામાઇન ડ્રગ્સનું ઉત્પાદન કરનાર ડ્રગ્સની ફેકટરી પકડી

Ahmedabad Samay

પ્રાંતિજ ના ઝીઝવાની દિકરીએ પતિ સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ કરી

Ahmedabad Samay

સફરજન બોક્ષની આડમાં વિદેશી દારૂ લઇ જતા ઝડપાયું, રૂ.૩૦.૩૦ લાખનો મુદ્દા માલ જપ્ત

Ahmedabad Samay

રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી, ડ્રાઇવર નશાની હાલતમાં મળ્યો

Ahmedabad Samay

અમદાવાદ – તથ્ય પટેલ કેસ મામલે 1684 પાનાની ચાર્જસીટ કરાઈ ફાઈલ, 191 સાક્ષીઓના નિવેદન, 15 દસ્તાવેજ પુરાવા સામેલ

Ahmedabad Samay

RBI એ ₹૫૦,૦૦૦ સુધીના નાના ડિજિટલ ફ્રોડમાં ગ્રાહકોને આર્થિક નુકસાનથી બચાવવા માટે એક નવા વળતર માળખાનો ડ્રાફ્ટ રજૂ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો