September 20, 2026
ગુજરાતજીવનશૈલી

ગુજરાતમાં કોરોનાના સક્રીય કેસો 700ને પાર, 19 દિવસમાં 1000થી વધુ કેસો નોંધાયા

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની કુલ સંખ્યા 700ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા સાત દિવસમાં વધુ કેસ સામે આવ્યા છે જ્યારે છેલ્લા 19 દિવસમાં 1000થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારે 100થી પણ વધુ કેસો નોંધાઈ રહ્યા છે. રવિવારે 134 નવા દર્દીઓ કોરોનાના નોંધાયા હતા. દેશમાં ગુજરાતમાં સૌથી ઝડપથી દર્દીઓમાં વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસોમાં 207 ટકાનો વધારો થયો છે.

હોળીના તહેવાર પછી કોરોનાના કેસમાં વધારો થાય છે. રાજ્યમાં બદલાયેલા હવામાનને કારણે શરદી-ખાંસી અને ફ્લૂના કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં સૌથી વધુ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જો કે, મોટાલિટી રેસીયો અન્ય અગાઉ કોરોનાની લહેરની સરખામણીએ નહીંવત જેવો છે. જેથી લોકોમાં ભય પણ ઓછો છે પરંતુ સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે.

રવિવારે 134 નવા કોરોના દર્દીઓ મળ્યા બાદ સક્રિય કેસની કુલ સંખ્યા 740 પર પહોંચી ગઈ છે. ગયા વર્ષે 14 ઓક્ટોબરે રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 754 હતી. આવી સ્થિતિમાં રાજ્યમાં કોરોના કેસની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં ગઈકાલની સ્થિતિએ હાલ પાંચ દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદ શહેરમાં 70 દર્દીઓ સામે આવ્યા હતા. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. ફરી કોરોના સંક્રમણ વધવાને કારણે  લોકોએ કોરોનાની રસી લઈ રહ્યા છે. આંકડાઓ અનુસાર, રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 11047 લોકોના મોત થયા છે.

Related posts

સરદારનગરમાં લાંબા સમયથી ચાલતું મહિલા સંચાલિત જુગરધામ પકડાયું

Ahmedabad Samay

“ટુંક સમયમાં ધોરણ ૬થી ૮ અને પછી ૧ થી ૭ના વર્ગો શરૂ થઈ શકે છે

Ahmedabad Samay

સામાન્ય બાબતે દુકાનદારે વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કર્યો

Ahmedabad Samay

એરપોર્ટ ખાતે CISF અને હેલપિંગ હેન્ડ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

અપક્ષ નેતા દિનેશ શર્માની ચાંદખેડા વોર્ડથી હાર

Ahmedabad Samay

બાપુનગર વિધાનસભા યુથ કોંગ્રેસના વડા જયમન શર્મા દ્વારા કોરોના વોરિયરોને માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો