જૂનાગઢ જિલ્લાની મોટાભાગની તમામ સહકારી સંસ્થાઓ પર ધીમે ધીમે ભાજપે કબ્જો મેળવી લીધો છે માર્કેટિંગ યાર્ડ બેંક ખરીદ વેચાણ સંઘ સહિતની તાલુકા અને જિલ્લાની સહકારી સંસ્થાઓ હાલ ભાજપ પાસે છે અને જે બાકી રહી ગઈ છે તે કબ્જે કરવા મથામણ પણ ચાલુ જ હોય છે તેવામાં જૂનાગઢ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જાહેર થતાં ભાજપે તેના ઉપર કબ્જો કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ તેમાં સફળતા મળવી તો બાજુ પર રહી પણ કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારો સામે ભાજપ પ્રેરિત ઉમેદવારો પણ ન મળતા ખરીદ વેચાણ સંઘની સાતમાંથી છ બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો બિનહરીફ થયા છે ભાજપ પ્રેરિત એક ઉમેદવાર બિન હરીફ થયા છે જુનાગઢ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે કોંગ્રેસ અગ્રણી કિશોરભાઈ હદવાણી હતા સંઘની મુદત પૂર્ણ થતા ચૂંટણી જાહેર થઈ હતી ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ 1 મે હતી ત્યારે કુલ 10 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા. આજે તારીખ ત્રણના ફોર્મ પરત ખેંચવાના દિવસે 10 ઉમેદવારોમાંથી નંદલાલભાઈ પોશિયા ધીરુભાઈ અને જુનાગઢ જિલ્લા પંચાયતના આરોગ્ય સમીતિના ચેરમેન પ્રવીણભાઈ પટોળીયાએ ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધા છે જેને કારણે સાત ઉમેદવારો જ રહેતા તમામને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે