November 7, 2026
રમતગમત

આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડની ઘણી હસ્‍તીઓ પરફોર્મ કરવા જઈ રહી છે.

ઈન્‍ડિયન ક્રિકેટ લીગ એટલે કે આઈપીએલ સિઝન ૧૬  થોડા દિવસો પછી શરૂ થવા જઈ રહી છે. જેનો  પ્રથમ મેચમાં ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન ગુજરાત ટાઇટન્‍સ અને ચેન્નાઈ સુપર કિંગ્‍સની ટીમો આમને-સામને થશે. ઉદ્‌ઘાટન સમારોહને ભવ્‍ય બનાવવા  બીસીસીઆઈ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.  આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડની ઘણી હસ્‍તીઓ પરફોર્મ કરવા જઈ રહી છે.

આઈપીએલની ઓપનિંગ મેચ પહેલા દર વખતે બોલિવૂડ ફિલ્‍મ સ્‍ટાર્સ સ્‍ટેજ પર પોતાના ડાન્‍સ પરફોર્મન્‍સથી મંત્રમુગ્‍ધ  કરશે. ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયાના સમાચાર મુજબ બોલિવૂડ સુપરસ્‍ટાર કેટરિના કૈફ, ટાઈગર શ્રોફ, સિંગર અરિજિત સિંહ ટૂર્નામેન્‍ટની ઓપનિંગ સેરેમનીમાં રંગ જમાવશે. આ સિવાય સાઉથ સિનેમાની સુપરસ્‍ટાર રશ્‍મિકા મંદાના અને તમન્‍ના ભાટિયા પણ પર્ફોમન્‍સ કરનાર છે.

રિપોર્ટ અનુસાર આ તમામ સેલેબ્‍સ આ વર્ષની આઈપીએલ ઓપનિંગ સેરેમનીમાં પોતાનું શાનદાર પરફોર્મન્‍સ આપીને અમદાવાદના નરેન્‍દ્ર મોદી ક્રિકેટ સ્‍ટેડિયમમાં પણ ધૂમ મચાવી દેશે.

બોલિવૂડ સેલેબ્‍સ માત્ર આઈપીએલ ઓપનિંગ સેરેમની પરફોર્મન્‍સ સુધી સાથે નથી. તેના બદલે, બે આઈપીએલ ફ્રેન્‍ચાઇઝીના માલિકો પણ હિન્‍દી સિનેમાના બે સુપરસ્‍ટાર છે. જેમાં શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સ અને પ્રીતિ ઝિન્‍ટાની કિંગ્‍સ ઈલેવન પંજાબ ટીમ સામેલ છે. આ સાથે ક્રિકેટના શોખીન ઘણા ફિલ્‍મ કલાકારો પણ સ્‍ટેડિયમમાંથી મેચ જોતા જોવા મળ્‍યા છે.

Related posts

સ્‍પોર્ટ્‍સ એકટીવીટી માટે ફાયર, સેફટી, પાર્કિંગ અને સિક્યોરિટી નિયમો બન્યા

Ahmedabad Samay

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે ધૂળેટી અમદાવાદમાં બની યાદગાર, રંગોમાં રંગાયા ખેલાડીઓ

Ahmedabad Samay

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં રોહિત અને કંપની ઇનિંગ્સ અને ૬૪ થી જીતી

Ahmedabad Samay

India Vs Australia 3rd Test: ટીમ ઇન્ડિયા સામેની ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડ ગ્રીનની વાપસી

Ahmedabad Samay

LSG Vs MI Eliminator: લખનઉને હરાવીને બીજી ક્વોલિફાયરમાં પહોંચી મુંબઇ, આકાશ મધવાલનું ખતરનાક પ્રદર્શન

admin

T20 ના સેમિફાઇનલમાં પોહચવા હજુ મુશ્કેલી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો