November 17, 2025
રાજકારણ

નવા મંત્રીઓનું સસ્‍પેન્‍સ ધીરે ધીરે ખૂલી રહ્યું છે. નવા મંત્રી મંડળમાં સામેલ થનારા મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ

ગુજરાતના બહુચર્ચિત મંત્રીમંડળનું આખરે વિસ્‍તરણ કરવામાં આવ્‍યું છે. આજે સવારથી જેમને જેમને મંત્રીપદ મળવાનું છે, તેમને ફોન કરીને જાણ કરવામાં આવી રહી છે. જુના મંત્રીમંડળમાંથી ૬ પ્રધાનોને રિપીટ કરવામાં આવ્‍યા છે જ્‍યારે સૌરાષ્‍ટ્રને વધુ પ્રતિનિધિત્‍વ આપવામાં આવ્‍યું છે.

કોડીનારના પ્રદ્યુમન વાજા પછી હવે ભાવનગર ના જીતુ વાઘાણી, કૌશિક વેકરીયા, પોરબંદરના અર્જુન મોઢવાડિયા, મોરબીના કાંતિલાલ અમળતિયા, જામનગરના રિવાબા જાડેજા ને પણ પ્રધાનમંડળમાં જોડાવા માટે આમંત્રણ મળ્‍યું છે. આ ઉપરાંત કુંવરજીભાઈ બાવળીયા, પ્રદ્યુમન વાજા અને પરસોતમભાઈ સોલંકી ને પણ આમંત્રણ મળી ચૂકયું છે. કુલ ૧૭ નામો જાહેર થઈ ગયા છે. ગણદેવીના નરેશ પટેલને પણ નિમંત્રણ મળ્‍યું છે.

આમ જામનગરના રીવાબા જાડેજા, ગણદેવીના નરેશ પટેલ, લવિંગજી ઠાકોર, સીજે ચાવડા, રાકેશ પટેલ ઉપરાંત હર્ષ સંઘવી, પરસોતમ સોલંકી,  કુવરજીભાઈ બાવળીયા, પ્રફુલ્લ પાનસુરીયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, પ્રદ્યુમન વાજા,  બળવંતસિંહ રાજપુત, સંગીતા પાટીલ, અરવિંદ રાણાને નિમંત્રણો મળી ચૂકયા છે.

ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં મંત્રીમંડળને નવો ઓપ અપાયો છે. મિશન ૨૦૨૭ને ધ્‍યાનમાં રાખીને ભાજપ હાઇકમાન્‍ડે ગુજરાત મંત્રીમંડળની નવી ટીમ તૈયાર કરી છે. ગાંધીનગર મહાત્‍મા મંદિર ખાતે આજે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલના મંત્રી મંડળના વિસ્‍તરણમાં પદનામિત મંત્રીઓનો શપથ વિધિ કાર્યક્રમ શરૂ થયો છે. ગાંધીનગરના મહાત્‍મા મંદિર બહાર શપથવિધિના બોર્ડ લાગ્‍યા. રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રત રાજ્‍યમંત્રીમંડળના આ વિસ્‍તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ આ સમારોહમાં લેવડાવશે.

નવા મંત્રીઓનું સસ્‍પેન્‍સ ધીરે ધીરે ખૂલી રહ્યું છે. નવા મંત્રી મંડળમાં સામેલ થનારા મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે હર્ષ સંઘવી(રિપીટ), પ્રફુલ પાનસેરિયા (રિપીટ) કુંવરજી બાવળિયા (રિપીટ) ઋષિકેશ પટેલ (રિપીટ) પરસોત્તમ સોલંકી (રિપીટ) કનુ દેસાઈ (રિપીટ), અરવિંદ રાણા, રાકેશ પટેલ, સંગીતાબેન પાટીલ, સી.જે. ચાવડા, બળવંતસિંહ રાજપૂત, કુમાર કાનાણી લવિંગજી ઠાકોર, નરેશ પટેલ (ગણદેવી), પ્રદ્યુમન વાજા, રીવાબા જાડેજા, મનિષાબેન વકિલ, કાંતિ અમૃતિયા, દર્શના વાઘેલા, અર્જુન મોઢવાડીયા સહિતને નવા મંત્રીમંડળમાં પંસદગી પામેલા નેતાઓને ફોન કરીને જાણ કરવામાં આવી રહી છે.

આ પગલું ગુજરાતમાં આગામી મહત્ત્વપૂર્ણ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીઓ પહેલા પક્ષના સંગઠન અને શાસનમાં નવી ઊર્જા અને નવા ચહેરાઓને તક આપવાની વ્‍યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે. આ સાથે આ મોટો ફેરફાર ભાજપ હાઈકમાન્‍ડ રાજ્‍યમાં સત્તાવિરોધી લહેરને ઘટાડવા અને જ્ઞાતિ અને પ્રાદેશિક સંતુલનને જાળવવા માટે કરી રહ્યું છે

ભૂપેન્‍દ્ર પટેલ સરકારનું નવું મંત્રીમંડળ આજે શપથ લેવા જઈ રહ્યું છે, જે ગુજરાતના રાજકારણમાં એક નવા યુગનો સંકેત આપે છે. CM એ વિસ્‍તારમાં પકડ, સ્‍વચ્‍છ છબી અને શિક્ષિત ધારાસભ્‍યોને મંત્રીમંડળમાં સ્‍થાન આપીને એક મજબૂત સંદેશ આપ્‍યો છે કે હવે વહીવટમાં ગુણવત્તા અને સ્‍વચ્‍છતાને પ્રાધાન્‍ય આપવામાં આવશે. ગાંધીનગરમાં ઘ્‍પ્‍ નિવાસ સ્‍થાને મોડી રાત સુધી ચાલેલી બેઠકોમાં નવા મંત્રીઓની ચાલ ચલગત અને કામ કરવાની ક્ષમતા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આનાથી સ્‍પષ્ટ થાય છે કે મંત્રીમંડળની પસંદગીમાં જ્ઞાતિગત કે પ્રાદેશિક સંતુલનની સાથે-સાથે ઉમેદવારની વ્‍યક્‍તિગત યોગ્‍યતા પર પણ ભાર મૂકવામાં આવ્‍યો છે. આ મંત્રીમંડળ પરિવર્તન દ્વારા રાજ્‍યના વહીવટીતંત્રને વધુ કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ કરાયો છે.

જસ્‍ટિસ આર.સી.સરકારિયા પંચની ભલામણ મુજબ ગુજરાત સરકારને મુખ્‍યમંત્રી સહિત કુલ ૨૭ સભ્‍યોની મંત્રીપરિષદની છુટ છે. મંત્રીમંડળના કદ ઉપરાંત વિધાનસભામા અધ્‍યક્ષ, શાસકપક્ષે મુખ્‍ય દંડક વત્તા હાલમા ઉપદંડકના ચારેક પદો છે. જેમને પણ મંત્રીકક્ષાનો પ્રોટોકોલ ઉપલબ્‍ધ છે. આથી. જો મંત્રીપરિષદનું કદ ૨૫ જેટલુ રહે અને વિધાનસભાના છ જેટલા પદો રહે તેવી સ્‍થિતિમાં કુલ ૩૧થી તેથી વધારે ધારાસભ્‍યોને મંત્રી કે તેમને સમકક્ષ -ોટોકોલ ઉપલબ્‍ધ થશે. આમ, ભાજપના ૧૬૨માંથી પ્રત્‍યેક ૬ઠ્ઠા કે સાતમા ધારાસભ્‍ય પદાધિકારી રહેશે.

૧૬ મંત્રીઓએ ગુરૂવારની બપોરે મુખ્‍યમંત્રીને રાજીનામા સોપ્‍યા બાદ આ તમામ મંત્રીઓ પાસે રહેલા સઘળા વિભાગોનો હવાલો વિધીનુસાર મુખ્‍યમંત્રીને હસ્‍તક આવી ગયો છે! અહીં એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ધારાસભ્‍યને સરકાર સંચાલનકર્તા- મંત્રીના અધિકારો રાજ્‍યપાલ દ્વારા બંધારણિય શપથથી ઉપલબ્‍ધ થાય છે પરંતુ, વિભાગોની ફાળવણી તો મુખ્‍યમંત્રી દ્વારા જ થાય છે. આથી, સરકારમાં એકપણ મંત્રી ન હોવાની સ્‍થિતિમાં સર્વે વિભાગોના સર્વેસર્વા તરીકે મુખ્‍યમંત્રી રહે છે. ઉલ્લેખનિય છે કે, શુક્રવારે શપથવિધિ બાદ સાંજે નવી મંત્રીપરિષદની બેઠક દરમિયાન મુખ્‍યમંત્રી વિભાગોની ફાળવણી કરશે.

આજે યોજનારી શપથવિધિમાં કેટલા મંત્રીને પડતા મુકાય છે, કેટલા રિપિટ થાય છે? તેનું સાચુ ચિત્ર સ્‍પષ્ટ થશે. ભાજપમાંથી પાપ્ત માહિતી મુજબ ૧૫મી વિધાનસભાને બે જ વર્ષની મુદ્દત બાકી છે ત્‍યારે ૧૯૨ ધારસભ્‍યો હોવાથી આ વખતે પૂર્ણકદ અર્થાત ૨૭ સભ્‍યો ધરાવતી મંત્રીપરિષદની રચના થાય તેવી વકી છે.

નવા મંત્રીમંડળની શપથ વિધિ બાદ બપોરે લગભગ ૩ વાગ્‍યા આસપાસ કેબિનેટ બેઠક મળવાની સંભાવના છે. આ બેઠકમાં તમામ મંત્રીઓને તેમના મહત્‍વપૂર્ણ ખાતાઓની ફાળવણી કરવામાં આવશે. ખાતાઓની વહેંચણી એ સરકારની પ્રાથમિકતાઓ અને નવા મંત્રીઓની ક્ષમતાનો અરીસો હશે. મંત્રીઓ પોતાના ખાતાનો ચાર્જ કયારે સંભાળશે તે અંગે શુભ મુહૂર્તનું ધ્‍યાન રાખવામાં આવ્‍યું છે. કેટલાક મંત્રીઓ ધનતેરસના શુભ દિવસે પોતાનો ચાર્જ સંભાળશે, જ્‍યારે અન્‍ય કેટલાક મંત્રીઓ દિવાળી બાદ સાતમના દિવસે (નવા વર્ષના પ્રથમ સાતમા દિવસે) ઓફિસનો ચાર્જ સંભાળીને નવા પ્રારંભની શરૂઆત કરશે.

આ સમગ્ર કવાયત રાજ્‍યમાં સુશાસન  સ્‍થાપિત કરવાના ઉદ્દેશ્‍ય સાથે કરવામાં આવી છે. શિક્ષિત અને સ્‍વચ્‍છ પ્રતિભાને મંત્રીમંડળમાં સમાવવાથી વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા અને ગતિ આવવાની અપેક્ષા છે. જનતાને આશા છે કે આ નવું મંત્રીમંડળ વિકાસના કાર્યોને અધિક વેગ આપશે અને ભ્રષ્ટાચાર મુક્‍ત શાસન પ્રદાન કરશે. CM ભૂપેન્‍દ્ર પટેલના નેતળત્‍વમાં, આ નવું મંત્રીમંડળ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કટિબદ્ધ રહેશે તેવી અપેક્ષા છે.

Related posts

મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય.મોદી સરકારે લોકસભામાં એવા ત્રણ બિલ રજૂ કર્યા

Ahmedabad Samay

આજે PM મોદી નિકોલ ખોડલધામ ગ્રાઉન્‍ડ ખાતે રોડ શો કરશે અને જાહેર સભાને સંબોધશે

Ahmedabad Samay

અમદાવાદ – 18 જૂને રોજ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો કાર્યભાર સંભાળશે, આશ્રમથી કાર્યાલય પગપાળા જશે

Ahmedabad Samay

CM હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસને ગણાવી મુઘલ, કહ્યું- ગર્વથી હિંદુ કહેવાવાળું જોઈએ…

Ahmedabad Samay

યુ.પી.માં ઓવૈસીએ “સીએએ” અને એનઆરસી ને લઈને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા પર જો બિડને શુભેચ્છા પાઠવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો