September 13, 2024
ગુજરાતરાજકારણ

ઇલેક્ટ્રિક વાહન પર સરકાર આપશે સબસીડી

ગુજરાતનાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ  રાજયની ઈલેકિટ્રકલ વ્હિકલ પોલિસી જાહેરાત કરી છે. જે પ્રમાણે વિવિધ વ્હિકલ માટે સબસિડીની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ઓળખાય છે. આપણે પેટ્રોલ વ્હીકલ એકસપોર્ટ કરીએ છીએ અને ઈલેકિટ્રક વાહન ચાલે તો પ્રદૂષણ મુકત ગુજરાત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગુજરાત પ્રથમ રાજય છે જેેણે આ નીતિ બનાવી છે કે જેનો આવનારા ૪ વર્ષ માટે પોલિસીનો અમલ થશે. આ પ્રકારની પોલિસીને લઈ ૬ લાખ ટન કાર્બનનો ઉત્સર્ગ બચશે અને સાથે જ ૫ કરોડનું ઈંધણ બચશે. ૩ વ્હીલરમાં ૫૦ હજાર અને ૪ વ્હીલરમાં ૧.૫ લાખની સબસિડી અપાશે. પ્રતિ કિલો વોટ સબસીડીઈઝ કરાશે કે જેને માટે ૨૫૦ ચાર્જીંગ સ્ટેશન મંજૂર થયા છે અને વધુ ૨૫૦ ચાર્જીંગ સ્ટેશન મંજૂર કરાશે.

ગુજરાતને પ્રદૂષણમુકત બનાવવા રાજય સરકારની જાહેરાત હેઠળ ટુ વ્હીલર માટે રૂ.૨૦ હજાર સુધીની સબસીડી, થ્રી વ્હીલર માટે રૂ.૫૦ હજાર સુધીની સબસીડી, ફોર વ્હીલર માટે રૂ.૧.૫૦ લાખ સુધીની સબસીડી આપવામાં આવશે.  સબસીડી આપી ઇલે.વ્હિકલને સસ્તા બનાવવા પ્રયાસ છે. ચાર્જિગ સ્ટેશન બનાવવા માટે પણ સબસીડી અપાશે.  ૫૦૦ ઇલે.વાહનની બેટરી ચાર્જ કરવા માટેના ચાર્જિંગ સ્ટેશન બનાવાશે.

ગુજરાત દેશના ઓટોમોબાઇલ હબ તરીકે ખ્યાતિ પ્રાપ્ત રાજય છે. હવે, પર્યાવરણ પ્રિય વાહન વ્યવહારમાં સિમાચિન્હ રૂપ ઇલેકટ્રીક વ્હીકલ હબ પણ ગુજરાત આગામી વર્ષોમાં બનશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ હેતુસર ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે

Related posts

અમદાવાદ: કુબેરનગરમાં સ્કૂલમાં ઝઘડામાં ધોરણ 2 ની વિદ્યાર્થીની ઘાયલ, તૂટી ગયા બે દાંત

Ahmedabad Samay

મેઘાણીનગર શાકમાર્કેટમાં ભાડું વસૂલી કરતા લોકોની તાનાશાહીનો મેઘાણીનગર પોલીસ દ્વારા આવ્યો અંત

Ahmedabad Samay

ઇલેક્શન પહેલા અમદાવાદમાં કોંગ્રેસને લાગ્યો ઝટકો, કોંગ્રેસના બે ઉમેદવારે આપ્યું રાજીનામુ

Ahmedabad Samay

શેરીટ અને ઝેન્ડર ના વિકલ્પમાં વાપરો આ એપ્લિકેશન

Ahmedabad Samay

નરોડામાં અનેક ચોરીનો ભેદ ઉકેલયો, બે શખ્સની અટકાયત

Ahmedabad Samay

આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી, 7થી 11 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો