April 21, 2024
ગુજરાતરાજકારણ

હાર્દિક પટેલે નવા મંત્રીમંડળ મુદ્દે ભાજપ પર કટાક્ષ કર્યું, કહ્યું ભાજપના નારાજ નેતાઓ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે

હાર્દિક પટેલે નવા મંત્રીમંડળ મુદ્દે ભાજપ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણીના એક વર્ષ બાકી છે ત્યારે મોટું નાટક કરી ભાજપ સરકાર લોકોને ગેરમાર્ગે દોરે છે.  ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે એટલે હવે પ્રજાએ પણ ભાજપ માટેનો રિપીટ થિયરીનું મન બનાવી લીધું છે. હાર્દિક પટેલ આજે જામનગરના બેડીમાં વરસાદમાં મૃત્યુ પામેલા માછીમાર પરિવારની મુલાકાતે આવ્યા હતા.

જામનગરમાં ભારે વરસાદી વાતાવરણ વચ્ચે દરિયાના વહેણમાં માછીમારી કરવા ગયેલા બેડી વિસ્તારના બે માછીમાર બંધુના ડૂબી જવાથી મૃત્યું થયા હતા. હાર્દિક પટેલ અસરગ્રસ્ત પરિવારની મુલાકાતે આવ્યા હતા. સ્થાનિક અગ્રણીઓ સાથે મુલાકાત દરમ્યાન મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી મદદની ખાતરી આપી હતી.

તે પછી તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપના નારાજ નેતાઓ અંગે કહ્યું કે, નીતિન પટેલ સહિત નારાજ મંત્રીઓને વિપક્ષમાં આવવું હોય તો અમારા દરવાજા ખુલ્લા છે. અગાઉ પણ હાર્દિક પટેલે સરકારમાં જે હલચલ ચાલી રહી હતી તેને લઇને નિવેદન આપતા જણાવ્યું હતું કે, આરએસએસ અને ભાજપના સર્વેમાં કોંગ્રેસ જીતી રહ્યું છે. આ કારણે જ ગુજરાતના મુખ્યમંત્રી પાસેથી રાજીનામું લેવામાં આવ્યું છે.

Related posts

બીજેપી હેલ્પડેસ્ક અને લીલાધર ખડકે દ્વારા ૪૦ દિવસના માનવીરની અદ્દભુત મદદ કરી

Ahmedabad Samay

રોડ ઉપર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ તેમજ ઉડતી પતંગો પકડી પણ શકાશે નહિં

Ahmedabad Samay

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં લુખ્ખા તત્વો અને બુટલેગરો બન્યા બેફામ, બાબુદાઢીથી પ્રજા પોકારી રહી છે ત્રાહિમામ ત્રાહિમામ

Ahmedabad Samay

ક્રુષ્ણનગરના પાર્શ્વનાથ ટાઉનશીપમાં ૦૧ માં થી ૦૯,૮૪,૪૦૦ કિંમતની ચોરી

Ahmedabad Samay

શહેરમાં અવર – જવર કરવા ઉપર ભારે વાહનો માટે નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

ગાંધીનગર: બીજેપી પ્રદેશ સંગઠનની ચર્ચા વચ્ચે CM અને સી.આર. પાટીલનો ગુજરાત પ્રવાસ, જાણો શું છે રણનીતિ?

admin

એક ટિપ્પણી મૂકો