જૂનાગઢમાં પ્રિમોન્સૂન અને વરસાદની આગાહીને ધ્યાને લઈ જૂનાગઢ વિધાનસભા વિસ્તાર ટોરેન્ટ અને ભૂગર્ભ ગટરના ચાલતા કામોનું ખોદકામ તાત્કાલિક બંધ કરવા બાબત જૂનાગઢ જિલ્લા કલેકટરને ધારાસભ્ય સંજય ભાઈ કોરડીયા દ્વારા એક પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે આગામી 12 થી 14 જૂન વરસાદી આગાહી છે તેમ જ 15મી જૂનથી ચોમાસુ બેસી જાય છે તેથી જુનાગઢ વિધાનસભા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ તેમજ ટોરેન્ટ ગેસ લાઇનનું કામ આ બંને જે કંઈ કામો ચાલુ છે તે જુનાગઢ વિધાનસભા વિસ્તારમાં ખોદકામ તાત્કાલિક કરવાનું અને હવેથી એક પણ ખોદવાનું કામ ચાલુ ન રહે તે અંગે સખત કાર્યવાહી કરવી તેમ છતાં ખોદવાનું કામ ચાલુ રહે તેના કારણે વરસાદીમાં માહોલમાં કોઈપણ જીવ જવા જેવા ઘટી જ બનાવો બનશે તો વ્યક્તિગત જવાબદારી નું પ્રશ્ન ઊભો થશે કેમ કે હાલ ઘણા બનાવો બની રહ્યા છે જે તમે જાણો છો એટલે ખોદકામ ચાલુ છે તે મુખ્ય રસ્તા હોય કે શેરી મહોલ્લા અને રોડ માં હોય તાત્કાલિક બંધ કરવા અને શનિવાર સુધીમાં બુરી દેવાનું કામ પૂરું કરાવવું તેવી રજૂઆત કરી