September 22, 2026
તાજા સમાચારદેશરમતગમત

ઈટાલીના સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં મહેસાણાની દીકરી આશાબેન ઠાકોર અને દાહોદના પિન્કલબેન ચૌહાણે ફ્લોરબૉલ રમતમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું

ઇટલીના તુરીન ખાતે 8થી 15 માર્ચ 2025 દરમિયાન યોજાયેલી સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડીઓએ ઇતિહાસ રચ્યો છે.

મહેસાણાના આશાબેન ઠાકોર અને દાહોદના પિન્કલબેન ચૌહાણે ફ્લોરબૉલ રમતમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. આ બંને ખેલાડીઓએ ગુજરાત સરકાર દ્વારા 2010થી યોજાતા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં છેલ્લાં 15 વર્ષથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી છે. ફ્લોરબૉલ, જે હોકી જેવી ઇન્ડોર રમત છે અને હળવા પ્લાસ્ટિક બૉલ તથા કાર્બન ફાઈબર સ્ટિકથી રમાય છે, તેમાં ભારતીય મહિલા ટીમે આ સફળતા હાંસલ કરી.

ગુજરાતમાં મનોદિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત દ્વારા 2010થી સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ ‘સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત-ગુજરાત’ દ્વારા સંચાલિત થાય છે, જે સ્પોર્ટ્સ ઑથોરિટી દ્વારા માન્ય નોડલ સંસ્થા છે. આશાબેન અને પિન્કલબેન આ ખેલ મહાકુંભમાં ભાગ લઈને રાજ્યકક્ષાએ વિજેતા બન્યા હતા,

જેના આધારે તેમની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે પસંદગી થઈ. આ વર્ષે તુરીનમાં યોજાયેલી ગેમ્સમાં ભારતના 30 એથ્લિટ્સે ભાગ લીધો હતો, જેમાંથી આ બંને ગુજરાતી દીકરીઓએ ફ્લોરબૉલમાં બ્રોન્ઝ મેડલ જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું.

Related posts

કોમર્શિયલ ગેસના બાટલમાં થયો રૂ.૧૦૦ નો વધારો

Ahmedabad Samay

સીએમ યોગી આદિત્યનાથે બલરામપુરમાં રિઝર્વ પોલીસ લાઇનમાં મિશન શક્તિની શરૂઆત કરી.

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખવાની રેસમાં સૌથી આગળ

Ahmedabad Samay

એર ઇન્ડિયાએ રજુ કર્યો સપ્તાહમાં ત્રણ દિવસ કામનો પ્લાન, કર્મચારીઓ ને મળશે ૬૦% પગાર

Ahmedabad Samay

મોદી સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થવા જઇ રહ્યુ છે.જેમાં ૪૩ નેતાઓ મંત્રી બનવા જઇ રહ્યા છે

Ahmedabad Samay

સિરીઝ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્મા થયો ગદગદ, દિલ ખોલીને કર્યા આ ખેલાડીઓના વખાણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો