February 10, 2025
બિઝનેસ

ક્યાંક 10 લાખ તો ક્યાંક 5000 રૂપિયા, જાણો કયા દેશમાં ચલણમાં છે સૌથી મોટી નોટ

ભારતમાંથી 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ગુલાબી નોટ દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી નોટ હતી. તેના બંધ થયા પછી, સૌથી મોટી નોટ ફક્ત રૂ. 500ની રહેશે, કારણ કે 8 નવેમ્બર 2016 ના રોજ નોટબંધી દરમિયાન, રૂ. 1,000 ની નોટ પણ બંધ થઈ ગઈ હતી, જે ફરી શરૂ થઈ શકી નથી.

હવે 500 રૂપિયાની નોટ સૌથી મોટી છે
ક્લીન નોટ પોલિસી હેઠળ મોટો નિર્ણય લેતા ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2000 રૂપિયાની નોટ બંધ કરી દીધી છે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, બજારમાં ઉપલબ્ધ રૂ. 2,000ની નોટોની કુલ કિંમત આશરે રૂ. 3.62 લાખ કરોડ છે. આ નોટો પાછી ખેંચવાની પ્રક્રિયા મંગળવાર, 23 મે, 2023થી શરૂ થઈ ગઈ છે અને RBI ગવર્નર શક્તિકાંત દાસે એક પ્રેસ કોન્ફરન્સમાં આશા વ્યક્ત કરી હતી કે આમાંથી મોટાભાગની નોટો 30 સપ્ટેમ્બર સુધીમાં પરત મળી જશે.

10,000ની નોટ એક વખત ચાલતી હતી
એવું નથી કે ભારતમાં 2000 રૂપિયાની સૌથી મોટી નોટ છાપવામાં આવી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ મૂલ્યની નોટ 10,000 રૂપિયાની હતી. આ નોટ 1938માં છપાઈ હતી, પરંતુ જાન્યુઆરી 1946માં તેને ડિમોનેટાઈઝ કરવામાં આવી હતી. 1954માં ફરી 10,000ની નોટ રજૂ કરવામાં આવી હતી, પરંતુ આ વખતે પણ 1978માં તેને ફરીથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વેનેઝુએલા મોટી રજીસ્ટ્રેશનમાં ટોપ પર 
મોંઘવારીથી પીડિત અન્ય એક દક્ષિણ આફ્રિકન દેશ, વેનેઝુએલા આ યાદીમાં સૌથી આગળ છે અને દેશમાં સૌથી મૂલ્યવાન નોટ 10 લાખ રૂપિયાની છે. અગાઉ ઓક્ટોબર 2021માં સરકારે એક લાખ બોલિવરની નોટ છાપી હતી. આર્થિક સંકટનો ભોગ બનેલો વેનેઝુએલા આટલી મોટી ચલણી નોટ છાપનાર વિશ્વનો સૌથી મોટો દેશ બની ગયો છે.

ચીનમાં આ સૌથી મોટા મુલ્યની નોટ અસ્તીત્વમાં
ચીનનું અર્થતંત્ર દ્વિ ચલણ પ્રણાલી પર આધારિત છે. ચાઇનીઝ રેનમિન્બી (RMB) નો ઉપયોગ મેઇનલેન્ડ ચાઇનામાં લોકલ ટ્રાજેક્શન માટે થાય છે, જ્યારે ચાઇનીઝ યુઆન (CNY) નો ઉપયોગ મેઇનલેન્ડની બહાર આંતરરાષ્ટ્રીય ટ્રાજેક્શન માટે થાય છે. ચીનમાં સૌથી મોટી ચલણી નોટની વાત કરીએ તો રેનમિન્બી નોટ 12 મૂલ્યોમાં જાહેર કરવામાં આવી છે. તેમાં 1, 5, 10, 20, 50, 100, 200, 500, 1000, 5000, 10000 અને 50000 યુઆનનો સમાવેશ થાય છે. એટલે કે દેશમાં સૌથી મોટી ચલણી નોટ 50,000ની છે.

પાકિસ્તાનમાં 5000 રૂપિયા
ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની વાત કરીએ તો દેશમાં સૌથી વધુ મૂલ્યની નોટ 5,000 રૂપિયાની છે. 5,000 રૂપિયાની નોટ દેશમાં 2005માં પાંચમી જનરેશનની સીરીઝ તરીકે રજૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધી તે ચલણમાં છે. જો કે, નાણાકીય કટોકટી વચ્ચે, ઘણા અર્થશાસ્ત્રીઓએ તેને બંધ કરવાનું સૂચન કર્યું છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, અહીં રૂ.5, રૂ.10, રૂ.20, રૂ.50, રૂ.100, રૂ.500, રૂ.1000 અને રૂ.5000ની નોટો છે. .

આર્જેન્ટિના સતત મોટી નોટો છાપી રહ્યું છે
દેશમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે આર્જેન્ટિનામાં વધુ એક મોટી નોટ બહાર પાડવાની તૈયારી ચાલી રહી છે, આ નવી ચલણી નોટ 2000 પેસોની હશે. અત્યાર સુધી 1000 પેસોની નોટ દેશની સૌથી મોટી નોટ છે. દેશની સેન્ટ્રલ બેંક (BCRA) એ પણ ભૂતકાળમાં કન્ફોર્મ કર્યું હતુ કે 2,000 રૂપિયાની નવી નોટો લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. નવી નોટની કિંમત યુએસ ચલણમાં $11ની સમકક્ષ હશે.

Related posts

કડાકો / આઈટી સ્ટોક્સમાં મોટા ઘટાડાના કારણે 500 પોઈન્ટ ગગડી સેન્સેક્સ બંધ, નિફ્ટીમાં 125 પોઈન્ટનો ઘટાડો

admin

સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ખુલતાની સાથે જ બજારે આપ્યું રેડ સિગ્નલ, આજે આ કંપનીઓ પર રહેશે રોકાણકારોની નજર

Ahmedabad Samay

ભોજનની થાળી પર મોંઘવારીનો માર… જાણો એક વર્ષમાં કેટલો વધી ગયો ભાવ?

Ahmedabad Samay

ટ્વિટરને X નામ આપવા બદલ ઇલોન મસ્કને કાનૂની કાર્યવાહીનો કરવો પડી શકે છે સામનો! જાણો શું છે સમગ્ર મામલો

Ahmedabad Samay

ફેડના વ્યાજદર વધ્યા પછી પણ ભારતીય બજારમાં હરિયાળી જોવા મળી, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો આવ્યો

Ahmedabad Samay

નવો પ્લાન / બેંક એકાઉન્ટમાં નથી રૂપિયા તો પણ થઈ જશે પેમેન્ટ, RBIએ કરી નવી જાહેરાત

admin