Latest FD Interest Rates: બેંક ફિક્સ્ડ ડિપોઝિટને હજુ પણ સૌથી સિક્યોર ઇન્વેસ્ટ માનવામાં આવે છે. આજના સમયમાં દેશની સરકારી અને પ્રાઇવેટ બેંકો વિવિધ આકર્ષક ફિક્સ ડિપોઝીટ પ્લાન ઓફર કરી રહી છે. સામાન્ય રીતે બેંકો સાત દિવસથી લઈને 10 વર્ષ સુધીની ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ આપે છે. દરેક બેંકના ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરો અલગ-અલગ હોય છે.
8 જૂનના રોજ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તેની મોનેટરી પોલિસી કમિટી (MPC) મીટિંગમાં રેપો રેટ સ્થિર રાખ્યો હતો. આ તે દર છે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને લોન આપે છે. રેપો રેટમાં ફેરફાર બાદ બેંકો પણ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે દેશની મોટી બેંકો ફિક્સ ડિપોઝિટ પર કેટલું વ્યાજ ચૂકવે છે.
HDFC બેંક
દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંક તેની ફિક્સ ડિપોઝીટ પર ત્રણ ટકાથી લઈને 7.25 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે. બેંક 4 વર્ષ, 7 મહિનાથી 10 વર્ષની મુદતવાળી ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 7.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. બેંકની વેબસાઇટ અનુસાર, આ વ્યાજ દરો 29 મે, 2023થી બે કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ પર લાગુ થશે.
ICICI બેંક
ICICI બેંક સામાન્ય નાગરિકો માટે સાત દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર ત્રણ ટકાથી 7.10 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે. 15 મહિના અને 18 મહિનાથી ઓછી, 18 મહિનાથી બે વર્ષ સુધીની ડિપોઝિટ પર 7.10 ટકાનો સૌથી વધુ દર ઉપલબ્ધ છે. બેંકની વેબસાઇટ અનુસાર, દરો 24 ફેબ્રુઆરી, 2023થી લાગુ થશે.
કોટક મહિન્દ્રા બેંક
કોટક મહિન્દ્રા બેંક સામાન્ય નાગરિકો માટે 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર 2.75 ટકાથી 7.20 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે. 7.20 ટકાનો ઓલટાઇમ હાઇ રેટ 390 દિવસ, 391 દિવસ, 23 મહિનાથી ઓછા, 23 મહિના અને 23 મહિના, 1 દિવસ અને 2 વર્ષથી ઓછા સમયની કેપિટલ પર ઉપલબ્ધ થશે. બેંકની વેબસાઇટ અનુસાર, વ્યાજ દરો 11 મે, 2023થી લાગુ થશે.
પાછલા નાણાકીય વર્ષ દરમિયાન, રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં સતત વધારો કર્યો હતો. આ કારણે બેંકોએ તેમની ફિક્સ ડિપોઝિટ સ્કીમના વ્યાજ દરમાં પણ વધારો કર્યો છે.