August 25, 2026
અપરાધ

અમદાવાદ: તિસ્તા સેતલવાડ કેસ: આરોપીઓ હાજર ન રહેતા કોર્ટે જારી કર્યું ફરમાન, 100થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ!

વર્ષ 2002ના થયેલા રમખાણો માટે ગુજરાત સરકારને બદનામ કરવાના કેસ (તિસ્તા સેતલવાડ કેસ)માં વિશેષ કોર્ટમાં ચાર્જફ્રેમની પ્રક્રિયામાં હાથ ધરવામાં આવી હતી. જો કે, આ દરમિયાન કોર્ટમાં તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ ત્રણેય આરોપીઓ ગેરહાજર રહ્યા હતા આથી કોર્ટે ટકોર કરી છે. વિશેષ કોર્ટે કહ્યું  હતું કે, તમે કોર્ટની અવગણના ન કરો, ગુનો જેટલો ગંભીર છે તેટલી જ ચાર્જફ્રેમ પ્રક્રિયા પણ મહત્ત્વની હોય છે.

આ સાથે જ વિશેષ કોર્ટે  તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ ત્રણેય આરોપીઓને કોર્ટમાં ફરજિયાત હાજર રહેવાનું ફરમાન જારી કર્યું છે અને કહ્યું છે કે, હવે ચાર્જફ્રેમની પ્રક્રિયામાં વધુ વિલંબ નહીં ચલાવી લેવામાં આવે. જણાવી દઈએ કે, આ કેસની વધુ સુનાવણી 17 મેના રોજ હાથ ધરવામાં આવશે.

100થી વધુ પેજની ચાર્જશીટ SITએ ફાઈલ કરી 

મળતી માહિતી મુજબ, તિસ્તા સેતલવાડ કેસમાં તાપસ કરી રહેલી ખાસ તપાસ ટીમ એટલે કે એસઆઈટી દ્વારા તિસ્તા સેતલવાડ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તિસ્તા શેતલવાડ, પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે પણ કેસ ચાલશે. ચાર્જશીટમાં તત્કાલીન સરકારને બદનામ કરવાનું ષડયંત્ર, તિસ્તા સેતલવાડ દ્વારા ખોટા પુરાવા ઊભા કર્યાનો ઉલ્લેખ કરાયો છે. આ કેસનમાં SITએ તિસ્તા શેતલવાડ, પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે કોર્ટમાં 100થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં 30થી વધુ દસ્તાવેજી પુરાવા સામેલ કરાયા છે.

Related posts

AMC દ્વારા 35 ગેમિંગ ઝોન પૈકી 1 ગેમિંગ ઝોન અને 1257 હોસ્પિટલ પૈકી 9 હોસ્પિટલ સીલ કરાયા

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ ઈવાન-3 સોસાયટીના એક ભાડાના ફ્લેટમાંથી પોલીસે બોગસ કોલ સેન્ટર ઝડપ્યું

Ahmedabad Samay

ઝઘડિયામાં જંગલ રાજ..?હવેથી તારી ટ્રકો બંધ મારી ચાલુ, જો આવી તો સળગાવી દઈશું

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં ખાણીપીણીના સ્ટોલ પર અસામાજિક તત્વોએ ધારદાર હથિયાર અને લાકડીઓ વડે આંતક મચાવી હુમલો કર્યો

Ahmedabad Samay

અમદાવાદમાં પઠાણ ફિલ્‍મનો વિરોધ કરાયો,વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી

Ahmedabad Samay

રોયલ બીચ સિટી ધ ગોવા” પ્લોટીંગ સ્કીમના બિલ્ડર્સ સાથે છેતરપીંડી કરનાર હિમાંશુ પટેલની અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો