દેશના અનેક રાજ્યોમાં વરસાદે આગમન કરી દીધું છે ગુજરાતના પડોશી રાજ્ય મુંબઈમાં પણ વરસાદે દસ્તક હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં મહિનાના અંત ભાગમાં ચોમાસાનું આગમન થઇ શકે છે
દિક્ષણ અને ઉત્તર કર્ણાટક ઉપરાંત તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગોમાં જ્યારે કેરળ અને લક્ષદ્વીપમાં આખો દિવસ વરસાદ પડ્યો હતો.
ભારતીય હવામાન ખાતાએ કેરળમાં આગામી ૧૨ કલાકમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ત્રિશૂરમાં ૧૧, કોચ્ચિમાં ૯, કોઝીકોડમાં ૭, વક્કડ (મલ્લપુરમ)માં ૧૬, કેન્ની-કાંજીરાપલ્લી (કોટ્ટાયમ)માં ૧૪, પુંજરમાં ૧૩ અને પિરાવનમાં ૧૨ સેમી વરસાદ નોંધાયો હતો.