જુનાગઢ રેલવે સ્ટેશન નજીક જોશીપરા રેલવે ફાટક સવારના સમયે બંધ કરવામાં આવતું હતું ત્યારે પસાર થઈ રહેલ રીક્ષા રેલવે ટ્રેકમાં ફસાઈ જતા થોડીવાર માટે સવ કોઈના શ્વાસ અધર ચડી ગયા હતા તાત્કાલિક હાજર લોકોએ મળી ફસાયેલ રિક્ષા ને હેમખેમ બહાર કાઢી હતી જેના કારણે જાનહાની ટડી છે પરંતુ આવું થવા પાછળ પણ બેદરકારી કોની છે તે અંગે તપાસ થવી જરૂરી છે હજુ બાલાસોર જેવી દુર્ઘટના ન બને તે માટે રેલ તંત્ર એ તકેદારી રાખવી જરૂરી બની છે જૂનાગઢના મધ્યમાં આવેલા ફાટક દરરોજ દિવસ દરમિયાન અનેક વખત બંધ થતા હોય છે ત્યારે વધુ એક વાર અટક બંધ થવાના સમયે આ રીતની ઘટના બનતા લોકોમાં એક ડરનો માહોલ છવાયો છે છેલ્લા ઘણા સમયથી શહેરના મધ્યમાંથી પસાર થતી ટ્રેન ફાટક દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે ત્યારે ફાટક બંધ કરવા સમયે કેટલાક લોકોને ફાટકમાં ફસાવવું ન પડે તે માટે આ રીતે ઉતાવળા પગલાં પણ ભરતા હોય છે જેને કારણે અકસ્માત સર્જવાની ભીતિ રહે છે