September 18, 2024
બિઝનેસ

જાણવા જેવું / ટ્રેનના કોચ પર 5 આંકડાના કોડ પાછળ છુપાયેલું છે મોટું રહસ્ય, જાણી લો તેના પાછળનું રાજ

ભારતીય રેલવે એ વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે, જેમાં દરરોજ લગભગ 4 કરોડ લોકો મુસાફરી કરે છે. તમે પણ કોઈ ને કોઈ સમયે ભારતીય ટ્રેનોમાં મુસાફરી કરી હશે. તમે ટ્રેનો અને સ્ટેશનો પર ઘણા પ્રકારના ચિહ્નો જોયા હશે પરંતુ તેના પર ક્યારેય ગંભીર ધ્યાન આપ્યું નહીં હોય. તેમાંથી જ એક ચિન્હ તમને દરક કોચ પર લખેલું દેખાશે. આ 5 અંકનો નંબર હોય છે. આ નંબરોની પાછળ ખાસ માહિતી છુપાયેલી હોય છે, જે દરેક વ્યક્તિ સમજી શકતી નથી. ચાલો આજે તમારી સામે આ માહિતી ડીકોડ કરીએ.

તમે જોયા છે કોચ પર લખેલા નંબર ?

તમે ટ્રેનના કોચની બહાર 5 અંકનો નંબર લખેલો જોયો જ હશે. તેમાંથી પ્રથમ 2 અક્ષરો આપણને જણાવે છે કે તે કોચ કયા વર્ષમાં બનાવવામાં આવ્યો હતો અને બાકીના 3 અક્ષરો આપણને જણાવે છે કે તે કોચ કઈ કેટેગરીના છે. ઉદાહરણ તરીકે, જો કોચની બહાર 98397 હોય, તો તેનો અર્થ એ છે કે તે વર્ષ 1998માં બનાવવામાં આવ્યું હતું. બીજી તરફ, જો કોચની બહાર 05497 લખવામાં આવે તો તેનો અર્થ એ છે કે તે વર્ષ 2005માં બનાવવામાં આવ્યું હતું.

જાણી લો કોચ નંબરનું રહસ્ય

હવે એ અંકની છેલ્લી 3 સંખ્યાઓ વિશે વાત કરીએ. ઉદાહરણ તરીકે, 98397 નંબર લઈ લઈએ. તેમાં છેલ્લો નંબર 397 દર્શાવે છે કે કોચ સ્લીપર ક્લાસનો છે. જ્યારે 05497 ના 497 અંકો દર્શાવે છે કે તે સામાન્ય કોચ છે. હકીકતમાં રેલવેમાં સુવિધાઓના આધારે તેમના સીરિયલ નંબર ફાળવવામાં આવે છે. તેમાં AC ફર્સ્ટ ક્લાસમાં 001-025 સુધીના સીરિયલ નંબરો હોય છે. તેના પછી જેમ જેમ સુવિધાઓની સંખ્યામાં ઘટાડો થાય છે તેમ તેમ તેનો સીરીયલ નંબર વધે છે. આ વાત તમે નીચે લખેલી યાદીમાંથી સમજી શકો છો.

ટ્રેનોમાં સુવિધાઓ મુજબ ક્રમ સંખ્યા

  • 001-025 : AC First class
  • 026-050 : Composite 1AC + AC-2T
  • 051-100 : AC-2T
  • 101-150 : AC-3T
  • 151-200 : CC (AC Chair Car)
  • 201-400 : SL (2nd Class Sleeper)
  • 401-600 : GS (General 2nd Class)
  • 601-700 : 2S (2nd Class Sitting/Jan Shatabdi Chair Class)
  • 701-800 : Sitting Cum luggage Rake
  • 801 + : Pantry Car, Generator or Mail

તમે સમજી ગયા હશો 5 ડિજિટનો કોડ !

અપેક્ષા રાખવામાં આવે છે કે હવે તમે ભારતીય રેલવેના કોચ પર લખેલા 5 અંકોનું રહસ્ય સારી રીતે સમજી ગયા હશો. તેથી હવે જ્યારે પણ તમે ટ્રેનમાં મુસાફરી કરો છો, ત્યારે કોચની બહાર લખેલા નંબરને જોઈને તમે સરળતાથી સમજી શકશો કે તેનો અર્થ શું છે અને તે કઈ કેટેગરીનો છે. તે કોચ ક્યારે બન્યો હતો અને તેમાં કેવા પ્રકારની સુવિધાઓ છે તે તમે અન્ય લોકોને પણ જણાવી શકશો.

Related posts

ક્યાંક 10 લાખ તો ક્યાંક 5000 રૂપિયા, જાણો કયા દેશમાં ચલણમાં છે સૌથી મોટી નોટ

Ahmedabad Samay

AI ટેક્નોલોજીથી નોકરી જવાનું જોખમ વધ્યું, આ 5 સેક્ટરમાં કામ કરતા લોકોને સૌથી વધુ ડરવાની જરૂર

Ahmedabad Samay

ક્યારે વિચાર આવ્યું છે પ્રોફશનલ કેમેરા સાથે મોબાઇલ ના કેમેરા ની સાથે સરખાવવા માં આવે તો ફોટો ક્યાં કેમેરા માંથી વધુ સારા આવે ? આવો જાણીએ ટેકનો. એક્સપર્ટ પાસે. સંજય બકુત્રા

Ahmedabad Samay

એર ઈન્ડિયા આપી રહી છે બમ્પર ઑફર, 1470 રૂપિયામાં ટિકિટ, આ રીતે લો ઑફરનો લાભ

Ahmedabad Samay

આ વસ્તુ સામે ચાંદીની કિંમત પણ ફિક્કી, લાખો રૂપિયામાં થશે કમાણી, શરૂ કરી શકો છો આ બિઝનેસ

Ahmedabad Samay

ગૌરવ / ભારતીય મૂળના અજય બંગા વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષ બન્યા, જાણો ભારત સાથે શું છે સંબંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો