મહાઠગ કિરણ પટેલ કેસને લઈ એક મોટા સામાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ, કિરણ પટેલને ફરી એકવાર જમ્મુ જેલ લઈ જવામાં આવી રહ્યો છે. પીએમઓના નકલી અધિકારી બનીને સરકારી ખર્ચે કાશ્મીરનો પ્રવાસ કરી તે દરમિયાન મોંઘી હોટેલ, ઝેડ પ્લસ સિક્યોરિટી અને મોંઘી કારની સુવિધાનો લાભ લેવા મામલે અને છેતરપિંડી મામલે કિરણ પટેલ સામે જમ્મુમાં કેસ ચાલી રહ્યો છે.
ઉપરાંત, કિરણ પટેલ કેસ હેટલ આકાંક્ષા ક્રિએશનના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસે પિયુષ પટેલની પણ ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, ભેજાબાજ કિરણ પટેલ સામે જમ્મુ અને અમદાવાદ બંને જગ્યાએ છેતરપિંડીના ગુનાઓ દાખલ થયા છે. અગાઉ અમદાવાદમાં કેસ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલની કસ્ટડી લેવા માટે ટીમ જમ્મુ ગઈ હતી અને શ્રીનગરથી ટ્રાન્સફર વોરંટના આધારે મહાઠગ કિરણ પટેલની કસ્ટડી ક્રાઇમ બ્રાન્ચે જમ્મુ પોલીસથી લીધી હતી. 36 કલાકનો પ્રવાસ કરી કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ લવાયો હતો.
ઈવેન્ટ કંપનીના માલિક સાથે 3.51 લાખની ઠગાઈ
અમદાવાદ લાવ્યા બાદ કિરણ પટેલના રિમાન્ડ મેળવી ક્રાઇમ બ્રાન્ચે તેની પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન તેની વિરુદ્ધ એક ઈવેન્ટ કંપનીના માલિક સાથે 3.51 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી. આ મામલે ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી. ઉપરાંત, કિરણ પટેલ સામે કન્સ્ટ્રક્શનનું કામ કરતાં એક વ્યક્તિ સાથે પણ રૂ. 80 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ કોર્ટે કિરણના 21 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા