How to use Same WhatsApp In Two Phones: WhatsApp વિશ્વમાં સૌથી વધુ યુઝમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. જો કે, લોકો લાંબા સમયથી તેના એક ફીચરની રાહ જોઈ રહ્યા હતા. અમે અનેક ડિવાઇસ સપોર્ટ અથવા કમ્પેનિયન મોડ વિશે વાત કરી રહ્યા છીએ. જો કે, WhatsApp વેબની મદદથી, તમે ફોન અને પીસી બંનેમાં એક જ એકાઉન્ટનો યુઝ કરી શકો છો, પરંતુ હવે આ ફિચર્સ ફોન માટે પણ ઉપલબ્ધ થશે.
એટલે કે, તમે એક જ WhatsApp એકાઉન્ટનો ચાર જેટલા સ્માર્ટફોનમાં યુઝ કરી શકો છો. Meta CEO માર્ક ઝકરબર્ગે આ ફીચરની જાહેરાત કરી છે. તેણે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બંને પ્લેટફોર્મ પર આ ફીચર વિશે માહિતી આપી છે.
વોટ્સએપનું નવું ફીચર શું છે?
માર્કે કહ્યું, ‘આજથી તમે એક જ વોટ્સએપ એકાઉન્ટમાં ચાર ફોનમાં લોગીન કરી શકો છો.’ કંપનીના જણાવ્યા અનુસાર WhatsAppનું નવું ફીચર થોડા અઠવાડિયામાં તમામ યુઝર્સ સુધી પહોંચી જશે. યૂઝર્સ ઘણા સમયથી વોટ્સએપના આ ફીચરની રાહ જોઈ રહ્યા હતા. થોડા દિવસો પહેલા આ ફીચર વોટ્સએપ બીટા યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું હતું.
નવા અપડેટની મદદથી, યુઝર્સ તેમના મેસેજીસ અને ચેટ્સને સમગ્ર ડિવાઇસો પર સિન્ક્રોનાઇઝ કરી શકશે. આનો અર્થ એ છે કે WhatsApp યુઝર્સને તેમના એકાઉન્ટને ઍક્સેસ કરવા માટે હંમેશા પ્રાયોરિટી ડિવાઇસ સાથે રાખવાની જરૂર રહેશે નહીં. સારી વાત એ છે કે WhatsAppનું આ ફીચર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે આવે છે.