તલાટીની પરીક્ષામાં 7 લાખ 64 હજાર ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યા છે ત્યારે અત્યાર સુધીમાં 7 તારીખ પહેલા 84 ટકા કોલલેટર ડાઉનલોડ થઈ ચૂક્યા છે. આવનાર તારીખ 7 મેના રોજ સમગ્ર ગુજરાતમાં તલાટીની પરીક્ષા લેવાનારી છે. ત્યારે 7 લાખ 64 હજાર ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યા છે.
ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કપવામાં આવી હતી. તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજવામાં માટે બોર્ડે તૈયારી શરુ કરી હતી પરંતુ આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. હવે આગામી પરીક્ષાને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
પરીક્ષા સમિતી સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરવામાં આવી છે. 7 લાખ 64 હજાર ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યા છે. એસટી અને રેલવે વિભાગે પણ પરીક્ષાઓની તૈયારીઓ કરી છે. ત્યારે તલીટીન પરીક્ષા માટે કોલલેટર ડાઉનલોડ કરાઈ ચૂક્યા છે. આગામી પરીક્ષાને લઈને સમગ્ર તૈયારીઓ તંત્ર તરફથી કરી દેવામાં આવી છે. અગાઉ આ પરીક્ષા વહેલા લેવાની હતી પરંતુ 17 લાખ પરીક્ષામાં ઉમેદવારો સામે 14 લાખ ઉમેદવારો માટે જ કેન્દ્ર મળ્યા હતા ત્યારે કેન્દ્રો ઓછા મળતા પરીક્ષાનો સમયગાળો લંબાવવામાં આવ્યો હતો. ત્યારે હવે તંત્રની મોટી તૈયારી છે ત્યારે ઓછી સંખ્યામાં સંમતી પત્રો ભરાયા છે. આ વખતે પણ પરીક્ષા સફળ રીતે લેવામાં આવે તેને લઈને આયોજન કરવામાં આવ્યું છે.