May 21, 2024
ગુજરાત

ભૂજ – પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

ભુજ –  પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી. લોકસભા પહેલા સીએમના વિવિધ જિલ્લામાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ભુજ ખાતે આ મહત્વનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

ભુજ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. આજરોજ કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. કચ્છી શાલ અને પુષ્પગુચ્છ આપી સૌએ કચ્છની ધરતી પર મુખ્યમંત્રીને આવકાર્યા હતા.

આ પ્રસંગે પ્રભારીમંત્રીપ્રફુલભાઈ પાનશેરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્ય સર્વ કેશુભાઈ પટેલ,  વિરેન્દ્રસિંહ જાડેજા, મતિ માલતીબેન મહેશ્વરી,  ત્રિકમભાઈ છાંગા,  અનિરુદ્ધભાઈ દવે, સંગઠનના આગેવાન  મહેન્દ્રભાઈ પટેલ, રજનીભાઈ પટેલ,  હિતેશભાઈ ચૌધરી,  નીતિનભાઈ પટેલ,  વલમજીભાઈ હુંબલ, જિલ્લા કલેકટર અમિત અરોરા, રેન્જ આઇજી જે.આર.મોથાલિયા, નિવાસી અધિક કલેકટર મિતેશ પંડ્યા, ડીઆરડીએના નિયામક જી.કે.રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે કોટડા જડોદર ખાતે આયોજીત રામકથામાં હાજરી આપશે. ત્યારબાદ મુખ્યમંત્રી કચ્છ જિલ્લાના જનપ્રતિનિધીઓ સાથે  મુકતજીવન સ્વામી બાપા મહિલા આર્ટસ કોલેજ ખાતે સંવાદ કરશે. ઉપરાંત બપોરે ૪.૩૦ કલાકે ભુજ ટાઉનહોલ ખાતે સનદ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Related posts

પરિમલ એક્ઝોટિકાના બિલ્ડરે રહીશો સાથે કરી મોટી છેતરપીંડી, નિયમોનો પણ કર્યો ઉલ્લંઘન

Ahmedabad Samay

વડોદરા: વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં, બાકી વેરાના 190 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા કડક કાર્યવાહી

Ahmedabad Samay

સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે, હવે તેમની ખેર નહિ: હર્ષ સંઘવી

Ahmedabad Samay

RRR ફિલ્મની ટીમ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાતે પહોંચ્યા. કેવડીયા ખાતે કોઈ ફિલ્મનું પ્રમોશન થયું

Ahmedabad Samay

સૈજપુર વોર્ડના ઉમેદવારોને કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની ફોટો ફ્રેમ અપાઇ

Ahmedabad Samay

અમરાઇવાડીમાં 13 વર્ષના બાળકનું ડમ્પરના અડફટે આવતા મૃત્યુ નીપજ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો