રાહુલ ગાંધીની સેશન્સ કોર્ટની અરજીને હાઈકોર્ટમાં પડકારતી સજા પર હાઈકોર્ટમાં સુનાવણી શરુ કરવામાં આવી છે.
અભિષેક મનુ સિંધવી દ્વારા રાહુલ ગાંધી વતી જવાબ રજૂ કરવામાં આવ્યો છે. જેમણે જવાબ રજૂ કરતા કહ્યું કે, આ ગંભીર ગુનો નથી કે સજા માફી ન આપી શકાય. દેશમાં 13 કરોડ મોદી છે. આ મામલે કોઈએ ફરિયાદ કરી નથી. આ ઉપરાંત એમ પણ રજૂઆત કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી સામે રાજકિય કિન્નાખોરી રાખીને ફરિયાદ કરવામાં આવી છે. અભિષેક મનુ સિંધવીની દલીલ પર હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી.
આ સાથે હાઈકોર્ટમાં વકીલ તરફથી વધુ રજૂઆત કરતા કહેવામાં આવ્યું હતું કે, અનેક એવા ગંભીર ગુના છે જેમની સજાને પણ માફ કરાઈ છે. અનેક સાંસદો ધારાસભ્યો સામે આનાથી પણ વધુ ગંભીર ગુનાઓ છે. અનેક સાંસદો અને ધારાસભ્યો સામે આનાથી વધુ ગંભીર ગુનાઓ છે.
નીચલી કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. સેશન્સ કોર્ટ દ્વારા પણ નીચલી કોર્ટનો ચૂકાદો અનામત રાખવામાં આવ્યો હતો. હવે આ ચુકાદાને હાઈકેોર્ટમાં પડકારવામાં આવ્યો છે પરંતુ જોવાનું એ છે કે, હાઈકોર્ટમાંથી રાહત મળે છે કે કેમ. કેમ કે આ મામલે હાઈકોર્ટમાં રાહત નહીં મળે તો રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધુ વધી શકે છે.