August 13, 2026
ગુજરાતરાજકારણ

ભાજપમાં ઉત્તરાયણ પહેલા જિલ્લા-મહાનગરોના નવા પ્રમુખોની નિયુક્તિનો કાર્યક્રમ જાહેર કરાયો

ભાજપમાં મંડળ પ્રમુખોની નિયુક્તિ બાદ હવે ઉત્તરાયણ પહેલા જિલ્લા-મહાનગરોના નવા પ્રમુખોની નિયુક્તિનો કાર્યક્રમ જાહેર કરાયો છે.

હાઈકમાન્ડે જાન્યુઆરી સુધીમાં 50 ટકા જિલ્લા સંગઠનોના વડા-પ્રમુખોની વરણી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક પ્રદેશની ટીમને આપ્યો છે. જેમાં પ્રમુખપદ માટે 60 વર્ષની વયમર્યાદા એટલે ઉંમરના બાધને દૂર કરવામાં આવ્યો છે.

ભાજપમાં જિલ્લા કક્ષાએ 70 કે પછી 80 વર્ષના કોઈ આગેવાનને પણ પ્રમુખપદ મળી શકે છે! નવી પેઢીને સંગઠન અને સત્તામાં સામેલ કરવા આગળ વધતા ભાજપમાં મંડળોના પ્રમુખ તરીકે બે ટર્મના સક્રિય સભ્ય અને 45 વર્ષ સુધીની વયમર્યાદા એ પૂર્વ લાયકાત બનાવાઈ હતી.

ગત સપ્તાહે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જિલ્લા સંગઠનમાં પ્રમુખપદ માટે વયમર્યાદા 60 વર્ષ સુધીની રાખવાનો પ્રાથમિક નિર્ણય લેવાયો હતો.

નવા રચાયેલા વાવ-થરાદ સહિત કુલ 34 જિલ્લાઓ અને નવ નવી મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત કુલ 17 મહાનગરોના પ્રમુખોની નિમણૂંકો કરવા કાર્યક્રમ જાહેર થયો છે. જેમાં ચોથી જાન્યુઆરીથી આ પદ માટે દાવેદારી અને પાંચ અને છ જાન્યુઆરીએ જિલ્લા સ્તરે બેઠકો બાદ 10મી જાન્યુઆરી સુધીમાં 50 ટકા જિલ્લાઓ અને મહાનગરોમાં પ્રમુખોની વરણી કરવાનું એલાન કરાયું છે.

Related posts

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્‍યમંત્રી અને શિવસેનાના સીનિયર નેતા મનોહર જોશીનું ૮૬ વર્ષે થયું.

Ahmedabad Samay

મેઘાણીનગર શાકમાર્કેટમાં ભાડું વસૂલી કરતા લોકોની તાનાશાહીનો મેઘાણીનગર પોલીસ દ્વારા આવ્યો અંત

Ahmedabad Samay

NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકરો ની રાજકોટમાં ધરપકડ

Ahmedabad Samay

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ધૈર્યરાજસિંહ માટે દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કુમકુમ સ્કૂલ, મણિનગર ના વિદ્યાર્થીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ આપવામાં આવી

Ahmedabad Samay

હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો