કોર્ટ દ્વારા હાટકેશ્વર બ્રિજ મામલે જામીન અરજી આજે સોમવારે ચૂકાદો આવશે. અગાઉ ડીરેક્ટરોની જામીન અરજી મામલે ચુકાદો મોકૂફ રખાયો હતો ત્યારે આજે સેશન્સ કોર્ટમાં ચુકાદો આવશે. કેસના તપાસ અધિકારીઓ કોર્ટમાં રજૂઆત કરી હતી. કેસની ગંભીરતાને જોતા જામીન ન આપવા રજૂઆત કરવામાં આવી હતી. બન્ને પક્ષની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આ મામલે ચુકાદો આવશે.
અમદાવાદ – વિવાદ હાટકેશ્વર બ્રિજનો મુદ્દો
4 આરોપીઓની આગોતરા જામીન અરજી પર આજે ચુકાદો
સેશન્સ કોર્ટમાં પૂર્ણ થઈ ચૂકી છે બંને પક્ષોની દલીલ
ગંભીર ગુનો હોવાથી સરકારે આરોપીઓની અરજીનો કર્યો છે વિરોધ
આઈપીસીની વધુ એક કલમ ઉમેરવાનો પણ આપ્યો હતો રીપોર્ટ
સિમેન્ટ અને તમામ મટિરીયલ ખરાબ ગુણવત્તાનું વાપર્યું હોવાની રજૂઆત
ધરપકડથી બચવા 4 આરોપીઓએ કરી છે આગોતરા જામીન અરજી
ભ્રષ્ટાચારા સામે આવતા કોર્પોરેશન તરફથી 9 લોકો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે આગોતર જામીન માટે આજે ચૂકાદો આપવામાં આવશે. અમદાવાદ હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામનાવિવાદમાં સંડોવાયેલા અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના માલિક ચાર ડિરેક્ટરોની જામીન અરજી પર સેશન્સ કોર્ટ દ્વારા ચૂકાદો સંભળાવવામાં આવશે.