March 21, 2025
બિઝનેસ

ટાર્ગેટ / ભારતને વિકસિત દેશ બનાવશે વડાપ્રધાન મોદી, 2047 સુધીનો છે લક્ષ્ય

PM Modi Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવા માટે એક જોઈન્ટ વિઝન તૈયાર કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે રાજ્યોને આ દિશામાં પગલાં ભરવા જણાવ્યું હતું. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ (GCM) ની આઠમી બેઠકને સંબોધિત કરતી વખતે મોદીએ આ વાત કહી. આ દરમિયાન ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર અને કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. તેમણે રાજ્યોને નાગરિકોના સપના પૂરા કરે તેવા કાર્યક્રમો તૈયાર કરવા આર્થિક રીતે વિવેકપૂર્ણ નિર્ણય લેવા જણાવ્યું હતું.

નીતિ આયોગે કરી ટ્વીટ

નીતિ આયોગે ટ્વિટર પર લખ્યું કે, ‘નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જ્યારે રાજ્યોનો વિકાસ થાય છે ત્યારે ભારતનો વિકાસ થાય છે. તેમણે 2047માં વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે જોઈન્ટ વિઝન વિકસાવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

કમિશને કરી અન્ય ટ્વીટ

અન્ય એક ટ્વિટમાં કમિશને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોને આર્થિક રીતે સમજદારીભર્યા નિર્ણયો લેવા વિનંતી કરી, જેથી તેઓ આર્થિક રીતે મજબૂત બને અને એવા કાર્યક્રમો ચલાવે જે નાગરિકોના સપના પૂરા કરે.

2047 સુધી વિકસિત દેશ બનશે ભારત

નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠકમાં ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવા માટે સ્વાસ્થ્ય, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ અને માળખાકીય વિકાસ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

પીએમ મોદીએ યોજી બેઠક

આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન મોદી કરી રહ્યા છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, નિર્મલા સીતારમણ અને પીયૂષ ગોયલ તેમજ ઉત્તર પ્રદેશ, આસામ, ઝારખંડ અને મધ્યપ્રદેશ સહિતના અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. પશ્ચિમ બંગાળ, પંજાબ અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

7 ઓગસ્ટ યોજાઈ હતી બેઠક

કાઉન્સિલની પૂર્ણ બેઠક દર વર્ષે યોજાય છે. ગયા વર્ષે 7 ઓગસ્ટના રોજ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. કાઉન્સિલની પ્રથમ બેઠક 8 ફેબ્રુઆરી, 2015ના રોજ મળી હતી. 2020 માં કોરોના વાયરસ મહામારીને કારણે બેઠક બોલાવવામાં આવી ન હતી.

Related posts

ખુશખબર / અમદાવાદ સહિત સમગ્ર દેશમાં સીએનજી અને પીએનજીની કિંમતમાં મોટો ઘટાડો, જાણો હવે શું છે ભાવ

admin

’10 નવા એરક્રાફ્ટ અને 1000 કર્મચારીઓ’, વિસ્તારાના CEOએ જણાવ્યો એરલાઈનનો પ્લાન

Ahmedabad Samay

અત્યારે 2 લાખ કમાઈ રહ્યા છો, તો આટલા વર્ષ સુધીમાં કમાવા લાગશો 15 લાખ રૂપિયા, આ કારણે વધશે કમાણી

Ahmedabad Samay

25 વર્ષ સુધી ફ્રી વીજળી, પંખા અને કુલર ચલાવો, આ યોજનાનો લો લાભ

Ahmedabad Samay

રાહત / ભારતીય બજારમાં રોનક પરત ફરી, વિદેશી રોકાણકારોએ બનાવી નાખ્યો આ રેકોર્ડ

Ahmedabad Samay

મોદી સરકાર માટે વધુ એક ખુશખબર: રેકોર્ડ લેવલ પર જીએસટી કલેક્શન, જાણો વધીને કેટલું થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો